આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસના વધતા ભયના લીધે સરકારે 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આ લૉકડાઉનની વચ્ચે ICICI બેંકે એક ખાસ સુવિધા શરૂ કરી છે. આ સુવિધા હેઠળ ગ્રાહકોને રોકડ નીકાળવા માટે પોતાના વિસ્તારના ATM માં જવાની જરૂર નહી પડે. વાસ્તવમાં પ્રાઇવેટ સેક્ટરની ICICI બેંક હવે મોબાઇલ ATM વેનની સુવિધા આપી રહી છે. આ ATM વેન કેટલાક ખાસ વિસ્તારમાં અને ગલીઓમાં ઉભી રહેશે, વેન ATM ની સુવિધા સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોબાઇલ ATM થી એ તમામ કામો પૂરો થઇ જશે જે નોર્મલ ATM માં કરવામાં આવે છે, એટલે કે બેલેન્સ ચેક, પિન ચેન્જ. ફંડ ટ્રાન્સફર જેવી સુવિધાઓ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ICICI એ બીજી બેંક છે જે આ સુવિધા આપી રહી છે. આ પહેલા પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFC એ મોબાઇલ ATM ની સુવિધા આપવાનું શરૂ કર્યુ હતુ. HDFC એ બેંક ATM ને કોઇ નક્કી સ્થાન પર નક્કી સમય સુધી રાખીને આ સુવિધા આપશે. આ સમય દરમિયાન HDFC ની ATM વેન સવારે 10 વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી 3-5 જગ્યાઓ પર રહેશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code