મહેસાણામાં સામાન્ય બાબતને લઈ યુવકને માર માર્યો
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેર બીડીવીઝનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર ઠાકોર દિપક ગણપતજી ઉ.વ.૨૨ રહે.સેધાપરા ચકેશ્વરી ફ્લેટની બાજુમાં જેને આરોપીઓએ એક્ટીવાના હપ્તા ભરવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કરી માર મારવામાં આવ્યો હતો. જેમાં પટેલ રવિ એક્દમ ઉછકેરાઇ જઇ રિક્ષામાંથી છરી લાવી દિપકને કપાળના ભાગે મારી હતી. જ્યારે ઠાકોર વિપુલ અને અન્ય રવિના ભાઈએ ધોકો મારી ઇજાઓ
Jan 28, 2019, 13:54 IST

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા શહેર બીડીવીઝનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર ઠાકોર દિપક ગણપતજી ઉ.વ.૨૨ રહે.સેધાપરા ચકેશ્વરી ફ્લેટની બાજુમાં જેને આરોપીઓએ એક્ટીવાના હપ્તા ભરવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કરી માર મારવામાં આવ્યો હતો. જેમાં પટેલ રવિ એક્દમ ઉછકેરાઇ જઇ રિક્ષામાંથી છરી લાવી દિપકને કપાળના ભાગે મારી હતી. જ્યારે ઠાકોર વિપુલ અને અન્ય રવિના ભાઈએ ધોકો મારી ઇજાઓ કરી, ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જે બાબતે પોલીસે એકબીજાએ મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.