“મેડમ ચીફ મીનીસ્ટર”ના પોસ્ટરને લઈ વિવાદમાં રીચા એ કહ્યુ- અજાણતા થઈ ભુલ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક બોલીવુડ એક્ટ્રેસ રીચા ચડ્ડાએ તેની અપકમીંગ ફીલ્મ મૈડમ ચીફ મીનીસ્ટરના પોસ્ટરને લઈ વિવાદમાં સફાઈ આપી છે. જેને અજાણતા થયેલી ભુલ જણાવી છે. રીચાની અપકમીંગ ફીલ્મનુ પોસ્ટર જાન્યુઆરીમાં રીલીઝ થયુ હતુ. જેમાં દલિત સમુદાયને રૂઢીવાદી ધારણા મુજબ દર્શાવતા સોશીયલ મીડીયા પર અનેક લોકોએ ઘણી આલોચના કરી હતી. રીચા તેના આ પોસ્ટરમાં ઝાડુ
 
“મેડમ ચીફ મીનીસ્ટર”ના પોસ્ટરને લઈ વિવાદમાં રીચા એ કહ્યુ- અજાણતા થઈ ભુલ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

બોલીવુડ એક્ટ્રેસ રીચા ચડ્ડાએ તેની અપકમીંગ ફીલ્મ મૈડમ ચીફ મીનીસ્ટરના પોસ્ટરને લઈ વિવાદમાં સફાઈ આપી છે. જેને અજાણતા થયેલી ભુલ જણાવી છે. રીચાની અપકમીંગ ફીલ્મનુ પોસ્ટર જાન્યુઆરીમાં રીલીઝ થયુ હતુ. જેમાં દલિત સમુદાયને રૂઢીવાદી ધારણા મુજબ દર્શાવતા સોશીયલ મીડીયા પર અનેક લોકોએ ઘણી આલોચના કરી હતી. રીચા તેના આ પોસ્ટરમાં ઝાડુ સાથે નજર આવી રહી છે.જેની ઉપર અનટચેબલ્સ અનસ્ટોપેબલ પણ લખાયુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અલગ અલગ સોશીયલ મીડીયા સાઈટ્સ ઉપર અનેક લોકોએ પોસ્ટર પર અનટચેબલ્સ શબ્દને લઈ પોતાની આપત્તી જાહેર કરી હતી. રીચા ચડ્ડાએ કહ્યુ હતુ કે, ફીલ્મમાં કામ કરતી વખતે તેને ઘણુ બધુ શીખવા મળ્યુ છે. રીચાએ તેના સ્ટેટમેન્ટમાં જણાવ્યુ હતુ કે, ફીલ્મના પહેલા પોસ્ટરમાં ઘણી આલોચના મળી હતી અને એ પણ સાચા કારણોસર…. મારા માટે એ માત્ર પાત્ર દ્વારા ઉપયોગ કરાયેલ સામાન હતો, જે ઘણા લોકોને દલિત સમુદાયને લઈ બનેલી રૂઢીવાદી ધારણાનુ પ્રતીબીંબ કરવા વાળુ લાગ્યુ.

રીચા ચડ્ડાએ કહ્યુ હતુ કે, અમને તરત જ ભુલનો એહસાસ થઈ ગયો હતો અને આગલા દિવસે તરત જ નવા પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યુ. તેને વધુમાં ઉમેર્યુ હતુ કે, આ દુર્ભાગ્યપુર્ણ અને અજાણતા થયેલી ચુક હતી. કોઈયે જાણી જોઈને આવુ નહોતુ કર્યુ. છતા અમે માફી માંગીયે છીયે.

તમને જણાવી દઈયે કે રીચા ચડ્ડાની આ ફિલ્મ રીલીઝ થતા પહેલા જ વિવાદોમાં ઘેરાઈ હતી. જેનુ પોસ્ટર રીલીઝ થતા અનેક યુઝર્સોએ રૂઢીવાદી વિચાર સાથે જોડીને તેની ફિલ્મના બોયકોટ કરવાનુ આહ્મવાન કર્યુ હતુ. પરંતુ તુરંત ફિલ્મ સાથે સંકળાયેલ ટીમે તેમની ભુલને સ્વીકારી પોસ્ટર બદલી નાખ્યુ હતુ. રીચા ચડ્ડાની અપકમીંગ ફિલ્મ મેડમ ચીફ મીનીસ્ટર 22 જાન્યુઆરીના રોજ રીલીઝ થવા જઈ રહ્યુ છે.