ભારતીય સેના હરકતમાંઃ દેશ સામે બંદૂક ઉઠાવનારાઓને ઠાર કરાશે

અટલ સમાચાર, ડેસ્ક પુલવામા હુમલા બાદ ભારતીય સેના વધુ સખ્ત બની છે. દેશની રક્ષા કરતા જવાનોના બલિદાનથી દેશભરમાં આતંકીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ સેના પણ લાલઘૂમ જોવા મળી રહી છે અને જમ્મુ કાશ્મીરની માતાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમારા સંતાનોને સમજાવો કે દેશ વિરોધી પ્રવૃતિમાં જોડાય નહીં કારણ કે દેશ
 
ભારતીય સેના હરકતમાંઃ દેશ સામે બંદૂક ઉઠાવનારાઓને ઠાર કરાશે

અટલ સમાચાર, ડેસ્ક

પુલવામા હુમલા બાદ ભારતીય સેના વધુ સખ્ત બની છે. દેશની રક્ષા કરતા જવાનોના બલિદાનથી દેશભરમાં આતંકીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ સેના પણ લાલઘૂમ જોવા મળી રહી છે અને જમ્મુ કાશ્મીરની માતાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમારા સંતાનોને સમજાવો કે દેશ વિરોધી પ્રવૃતિમાં જોડાય નહીં કારણ કે દેશ સામે બંદૂક ઉપાડનારાઓને ઠાર કરાશે.

સેનાના ચિનાર કોર્પ્સના કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) વિક્ટર ફોર્સ, જમ્મુ કાશ્મીર પોલીસના આઇજી અને સીઆરપીએફના આઇજી આ પ્રેસ કોન્ફરન્સમાં જોડાયા હતા. સેનાની 15 કોરના જીઓસી કેજેએસ ઢિલ્લને કહ્યું કે, શહીદોના પરિવારોની સાથે અમારી સંવેદનાઓ છે. કાશ્મીરમાં જે બંદૂકો ઉઠાવશે એ માર્યા જશે. 100 કલાકની અંદર અમે જમ્મુ કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદની ટોપ લીડરશિપને ઠાર કરી છે.

જમ્મુ કાશ્મીરમાં આઇઇડી વિસ્ફોટના કાવતરાને પાર પાડવા માટે આતંકવાદીઓએ પોતાની પદ્ધતીઓમાં ફેરફાર કર્યા છે. હાલમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વિસ્ફોટના કાવતરાને પાર પાડવા માટે આતંકવાદીઓએ વાહનોના રિમોટ અથવા ચાવીઓનો ઉપયોગ વધાર્યો છે. આશંકા છે કે હાલમાં જ પુલવામાં સીઆરપીએફના કાફલા પર હૂમલા આ જ પદ્ધતીનો ઉપયોગ કર્યો હતો.