વાવાઝોડામાં પતરું વાગતા ઘાયલ કિશોરી અને માતાનું સારવાર દરમિયાન મોત

અટલ સમાચાર, વિજાપુર મંગળવારના રોજ વાવાઝોડામાં પતરાં ઉડતા એક જ પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ પહોંચી હતી. વિજાપુર તાલુકાના ખરોડ ગામની મહિલાનું અગાઉ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ 8 વર્ષીય કિશોરીનું મહેસાણામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં પતરાં ઉડતા ઠાકોર પરિવારની 8 વર્ષની દિકરી સહિત ત્રણ સભ્યોને ઇજાઓ
 
વાવાઝોડામાં પતરું વાગતા ઘાયલ કિશોરી અને માતાનું સારવાર દરમિયાન મોત

અટલ સમાચાર, વિજાપુર

મંગળવારના રોજ વાવાઝોડામાં પતરાં ઉડતા એક જ પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ પહોંચી હતી. વિજાપુર તાલુકાના ખરોડ ગામની મહિલાનું અગાઉ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ 8 વર્ષીય કિશોરીનું મહેસાણામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં પતરાં ઉડતા ઠાકોર પરિવારની 8 વર્ષની દિકરી સહિત ત્રણ સભ્યોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે સરપંચ મહેરાજી ઠાકોર અને ઉપસરપંચ મણીલાલ પ્રજાપતિ સહિતના દોડી આવી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે વિસનગર સિવીલમાં લાવ્યા હતા. જેમાં ભાવનાબેન પરેશજી ઠાકોર નામની મહિલાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા જ્યારે તેમના પતિ પરેશજી અને દીકરી જાનકીબેનને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે 8 વર્ષની જાનકીબેનની હાલત ગંભીર હોવાથી મહેસાણા રીફર કર્યા હતા. જેમાં સારવાર દરમિયાન કિશોરીનું મોત નીપજ્યું હતું.

મૃતકોના પરિવારને આઠ લાખના ચેક અર્પણ કરાયા

ખરોડ ગામમાં વાવાઝોડામાં માતા અને દિકરીના મોત નીપજતાં બંન્ને મૃતકોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાયમાં ગુરૂવારના રોજ પરિવારને કુલ આઠ લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હોવાનું ગામના સરપંચ મહેરાજી ઠાકોરે જણાવ્યું હતું.