છેલ્લા એક મહિનામાં દોઢ લાખ વોટ્સએપ ખાતા થયા બંધ

અટલ સમાચાર, મહેસાણા સોશ્યલ મિડિયામાં સંદેશાનું આદાન-પ્રદાન ઝડપી બનતા ધડાધડ માહિતીઓ છૂટી રહી છે. આવા સંજોગોમાં તેનો દુરુપયોગ અને નિયમો સાથે છેડછાડ વધી રહી છે. જેથી વોટ્સએપ કંપીએ પણ ટેકનોલોજીમાં સુધારો લાવવા સાથે છેલ્લા કેટલાક દિવસોમાં દોઢ લાખ ખાતાઓ બ્લોક કરી દીધા છે. વોટ્સએપ દ્વારા ખોટા સંદેશાઓ અને કાયદાઓ તોડાવવા ભાવનાઓ ભડકાવવાનું ચલણ વધી રહ્યું
 
છેલ્લા એક મહિનામાં દોઢ લાખ વોટ્સએપ ખાતા થયા બંધ

અટલ સમાચાર, મહેસાણા

સોશ્યલ મિડિયામાં સંદેશાનું આદાન-પ્રદાન ઝડપી બનતા ધડાધડ માહિતીઓ છૂટી રહી છે. આવા સંજોગોમાં તેનો દુરુપયોગ અને નિયમો સાથે છેડછાડ વધી રહી છે. જેથી વોટ્સએપ કંપીએ પણ ટેકનોલોજીમાં સુધારો લાવવા સાથે છેલ્લા કેટલાક દિવસોમાં દોઢ લાખ ખાતાઓ બ્લોક કરી દીધા છે.

વોટ્સએપ દ્વારા ખોટા સંદેશાઓ અને કાયદાઓ તોડાવવા ભાવનાઓ ભડકાવવાનું ચલણ વધી રહ્યું છે. આથી ભારત સહિતના દેશો ટેકનોલોજીમાં કડકાઈ લાવી રહ્યા છે. આ તરફ વોટ્સએપ પણ પોતાની શાખ વધારવા અને વધુ લોકપ્રિય બનવા મથી રહી છે. આ તમામ ગતિવિધિ વચ્ચે કેટલાક એવા સંદેશાઓ પણ વાઈરલ થયા કે જે અયોગ્ય માનવા પુરતા હતા. આથી વોટ્સએપને સુચના મળતા છેલ્લા એક મહિનામાં દોઢ લાખ એકાઉન્ટ બ્લોક કરી દેવાયા છે. વોટ્સએપ કંપનીએ સંદેશા ટ્રેસ કરવાની પદ્ધતિ વિકસાવી ગેરાકયદેસર ગતિવિધીની આશંકા જણાતા ખાતાઓ ઉપર લગામ લગાવવા મથામણ આદરી છે.

સુત્રોએ જણાવ્યું હતું કે વોટ્સએપ સતત અપડેટ થઈ નવા ફિચરો ઉમેરવા સાથે કાયદામાં રહી સુધારો લાવી રહ્યું છે. જેની સામે અગામી દિવસોએ યોજાનાર લોકસભા ચુંટણીને જોતા રાષ્ટ્રીયસ્તરની રાજકીય પાર્ટીઓને પ્રચારમાં મર્યાદામાં આવવાની નોબત આવી છે. જાણકારોના મતે શોશ્યલ મિડિયા ઉપર પ્રચારમાં રાજકીય પાર્ટીઓ આ વખતે પોતાની તમામ તાકાત લગાવી દેશે.