આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસના કહેરને કારણે સમગ્ર ભારતમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે દરેક લોકોને ઘરની બહાર નહિ નીકળવાની સૂચના આપવામાં આવી છે. લૉકડાઉનનો અમલ કરવા અને ઘરની બહાર નહિ નીકળવા વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવો, સંતો, કલાકારો, ક્રિકેટરો સહિતના લોકોને ઘરે રહેવા અપીલ કરી રહ્યા છે અને લૉકડાઉનના સમયે પોતે પણ ઘરમાં રહી પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા થકી લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહ્યા છે અને પોતે પણ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હોવાની તસવીરો શેર કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલ લૉકડાઉન ની સ્થિતિમાં તેના પરિવાર સાથે પોતાના ઘર પર સમય વિતાવી રહ્યાં છે. રવિન્દ્ર જાડેજાએ પત્ની સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, જે રીતે કોરોના વાયરસ ચેપી રોગ છે અને અત્યારની પરિસ્થિતિ મુજબ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે લોકોએ પોતાની ફરજ સમજી ઘરની બહાર નીકળવું ન જોઈએ. આ ઉપરાંત સોસાયટી કે મહોલ્લામાં પણ લોકોએ બેસવું ન જ જોઈએ કે એકઠા થવું ન જોઈએ. આ ઘણી વખત યુવાનો ઘરની બહાર ક્રિકેટ કે અન્ય કોઈ રમત રમતા પણ નજરે ચડે છે ત્યારે લોકોએ પોતે જ સમજી મોટી સંખ્યામાં ભેગા ન થવું જોઈએ જેથી કોરોના ફેલાતો અટકાવી શકાય.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code