પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામા છબરડો: ઉતાવળમા ભુલ થઈ: વિકાસ સહાયના PA

અટલ સમાચાર, અરવલ્લી શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલી LRD પરીક્ષા મામલે વધુ એક વખત વિવાદ ઊભો થયો છે. લોકરક્ષક દળ પરીક્ષા મામલે એક ઓડિયો કલીપ વાયરલ થઈ છે. ઓડિયોમાં વિકાસ સહાયના પી.એ સાથેની વાતચીતની સામે આવી છે. અરવલ્લીના કીર્તિ પટેલે સહાયના પી.એ.સાથે વાત કરી હોવાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. કીર્તિ પટેલ અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય છે.
 
પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામા છબરડો: ઉતાવળમા ભુલ થઈ: વિકાસ સહાયના PA

અટલ સમાચાર,  અરવલ્લી

શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલી LRD પરીક્ષા મામલે વધુ એક વખત વિવાદ ઊભો થયો છે. લોકરક્ષક દળ પરીક્ષા મામલે એક ઓડિયો કલીપ વાયરલ થઈ છે. ઓડિયોમાં વિકાસ સહાયના પી.એ સાથેની વાતચીતની સામે આવી છે. અરવલ્લીના કીર્તિ પટેલે સહાયના પી.એ.સાથે વાત કરી હોવાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. કીર્તિ પટેલ અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય છે. LRDની પરીક્ષા રદ કરવા અગાઉ CMOમાં રજૂઆત કરી હતી.

6 જાન્યુઆરીએ થયેલી પરીક્ષામાં ક્ષતિઓ અંગે ઓડિયોમાં કબૂલાત કરી છે. 2 ડિસેમ્બરે પરીક્ષા રદ્દ થતા વિકાસ સહાય સ્ટ્રેસમાં હોવાનું લોકરક્ષક પરિક્ષાના અધ્યક્ષના પી.એ કહી રહ્યા છે. 6 જાન્યુઆરીએ ફરીથી લેવાયેલી પરીક્ષા ઉતાવળમાં લેવાઈ હોવાનો પણ વાતમાં ઉલ્લેખ કરાયો છે. ઉતાવળના કારણે જ બારકોડ લગાવવાનું રહી ગયું હોઈ શકે તેમ તેમનુ કહેવું છે.

જો ખરેખર આમ થયુ છે તો આ ગંભીર ભુલ છે.  એવુ પરીક્ષાર્થીઓ માની રહ્યા છે.