વાવઃમાડકા ગામે જીરૂના ખેતરમાં લાગી આગ

અટલ સમાચાર, સુઈગામ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માડકા ગામના ખેડૂતના ખેતરમાં જીરુંના પાકમાં આકસ્મિક આગ લાગી હતી. જેમાં જીરુંનો પાક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. પ્રાપ્તમાહિતી પ્રમાણે વાવ તાલુકાના માડકાના ખેડૂત ભગવાનભાઈ સવજીભાઈના ખેતરમાં વાવેલ જીરાનો પાક એકઠો કર્યો હતો. જે શનિવારે સાંજના સમયે એકાએક લણણી કરાયેલ જીરામાં આગ લાગી જવા પામી હતી. 5
 
વાવઃમાડકા ગામે જીરૂના ખેતરમાં લાગી આગ

અટલ સમાચાર, સુઈગામ

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માડકા ગામના ખેડૂતના ખેતરમાં જીરુંના પાકમાં આકસ્મિક આગ લાગી હતી. જેમાં જીરુંનો પાક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.

પ્રાપ્તમાહિતી પ્રમાણે વાવ તાલુકાના માડકાના ખેડૂત ભગવાનભાઈ સવજીભાઈના ખેતરમાં વાવેલ  જીરાનો પાક એકઠો કર્યો હતો. જે શનિવારે સાંજના સમયે એકાએક લણણી કરાયેલ જીરામાં આગ લાગી જવા પામી હતી. 5 વિઘામાં વાવેલ જીરાનો પાકમાં આગથી  જીરાનો પાક બળી જવા પામ્યો હતો. જોકે આ ઘટનાને લઈ સ્થાનિકોને જાણ થતાં લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલાં પાકનો મોટો અંશ બળી ગયો હતો અને ખેડૂતને મોઢે આવ્યો કોળીયો છીનવાયો હતો