મહેસાણાના પાલોદર ગામે ડાળુ કપાયુંઃ વિજળીના શોર્ટસર્કિટથી ભારે નુકશાની

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા નજીકના પાલોદર ગામે શનિવારે એક રહીશે પોતાને અડચણ થતુ ડાળુ કાપવાનો વિચાર આવ્યો. વીજ કંપનીની જાણ બહાર ડાળુ કાપતા અણઆવડતનો નમૂનો બની ગયો. જેવુ ડાળુ વિજવાયર ઉપર પડતા શોર્ટસર્કિટ થયું હતું. જેનાથી ગામના ઉપસરપંચ સહિત અનેક લોકોના ટીવી, ફ્રીઝ સહિતની ઈલેક્ટ્રીક ચીજો બળી જવા પામી હતી. મહેસાણા તાલુકાના પાલોદર ગામના વાઘેલાવાસ,
 
મહેસાણાના પાલોદર ગામે ડાળુ કપાયુંઃ વિજળીના શોર્ટસર્કિટથી ભારે નુકશાની

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા નજીકના પાલોદર ગામે શનિવારે એક રહીશે પોતાને અડચણ થતુ ડાળુ કાપવાનો વિચાર આવ્યો. વીજ કંપનીની જાણ બહાર ડાળુ કાપતા અણઆવડતનો નમૂનો બની ગયો. જેવુ ડાળુ વિજવાયર ઉપર પડતા શોર્ટસર્કિટ થયું હતું. જેનાથી ગામના ઉપસરપંચ સહિત અનેક લોકોના ટીવી, ફ્રીઝ સહિતની ઈલેક્ટ્રીક ચીજો બળી જવા પામી હતી.

મહેસાણા તાલુકાના પાલોદર ગામના વાઘેલાવાસ, રબારીવાસ, ઠાકોરવાસમાં અચાનક શુક્રવારે સવારે રહીશોના ઘરની ટ્યુબલાઈટ, ટીવી અને ફ્રીઝ સહિતના ઈલેક્ટ્રીક ચીજોને નુકસાન થયું હતું. ગામના જ એક રહીશે પોતાના ઘરને અડચણવાળુ લીમડાનુ ડાળુ વીજકંપનીને જાણ કર્યા વિના કાપી નાખ્યું છે.

જેનાથી ડાલાનો ભાગ નજીકના વીજવાયર પર પડતા શોર્ટસર્કીટ સર્જાઈ હતી. ગણતરીની સેકન્ડોમાં નજીકના વીજગ્રાહકોના ઘરમાં તેની અસર થઈ હતી. કેટલાકના ટ્યુબલાઈટ, ટી.વી. અને ફ્રીઝ બળી ગયાનું જાણવામાં આવ્યું હતું. આ તરફ  વીજ કંપનીએ પોતાની બેદકારી ન હોવાનું કહી જરુરી સહાય માટે જે-તે ગ્રાહકોને અરજી કરવા જણાવ્યું હતું.