થરાદના ગામોમાં મંત્રી પરબત પટેલના હસ્તે વિવિધ કામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

અટલ સમાચાર,થરાદ પાલનપુર મુકામે આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત થરાદ ખાતે રૂ. ૧૯૭.૭૮ લાખના ખર્ચથી નિર્માણ પામેલ નવિન બસ સ્ટેશનનું સિંચાઇ અને પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે સર્વાંગી વિકાસ સાથે પ્રજાની આવક, સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા આ
 
થરાદના ગામોમાં મંત્રી પરબત પટેલના હસ્તે વિવિધ કામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

અટલ સમાચાર,થરાદ

પાલનપુર મુકામે આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત થરાદ ખાતે રૂ. ૧૯૭.૭૮ લાખના ખર્ચથી નિર્માણ પામેલ નવિન બસ સ્ટેશનનું સિંચાઇ અને પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે સર્વાંગી વિકાસ સાથે પ્રજાની આવક, સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા આ સરકાર સક્રિય અને સંકલ્પ બધ્ધ છે.
મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે થરાદ ખાતે રૂ.૧૯૭.૭૮ લાખના ખર્ચથી નિર્માણ થયેલ આ નવિન બસ સ્ટેશનથી લોકોને સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. નવિન બસ સ્ટેશનથી વધુ બસોની સુવિધા પણ મુસાફરો માટે ઉપલબ્ધ બનશે. એસ.ટી. બસોને આપણી સૌની મિલકત ગણી કાળજીપૂર્વક તેનો ઉપયોગ કરીએ તથા જાહેર મિલકતોને સાચવીએ એમ મંત્રીએ ઉમેર્યુ હતું.

થરાદના ગામોમાં મંત્રી પરબત પટેલના હસ્તે વિવિધ કામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

થરાદ તાલુકાના ડુવા ખાતે મંત્રી પરબતભાઇ પટેલના હસ્તેત રૂ. ૬૪.૫૬ લાખના ખર્ચથી નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાન અને થરાદ તાલુકાના વામી, લુણાલ, રાહ, વળાદર, મિયાલ અને ચારડા ગામો ખાતે કુલ રૂ. ૧૨૯ લાખના ખર્ચે નિર્માણ થયેલ પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રોથી પ્રજાને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે ઉમેદસિંહ ચૌહાણ, દાનાભાઇ, મગનભાઇ પટેલ,ભીખાભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પરમાર, જયપાલ ચૌધરી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. અરૂણ આચાર્ય, મામલતદાર ભગોરા, આરોગ્ય કેન્દ્રોના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.