કાંકરેજ તાલુકાના થરા ખાતે વિનય વિધ્યા મંદિરમાં જોગણી મતાની રમેલ યોજાઈ

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) ચૈત્ર માસ એટલે દેવીદેવતાઓનો રીજવવાનો મહિનો કહેવાય છે. આ મહિનામાં દરેક માતાજીની રમેલ ગામે ગામ થતી હોય છે. આ રમેલમાં ગામે-ગામથી ભૂવાઓને વાયક આપવામાં આવે છે. આખી રાત ભૂવા ધૂણે છે, વેણ-વધાવા માતાજી પાસે માગે છે, ને સવારે ફુલેકા ચડે છે. ત્યારે કાંકરેજ થરા ખાતે આવેલ વિનય વિધ્યા મંદિરમાં જોગણી
 
કાંકરેજ તાલુકાના થરા ખાતે વિનય વિધ્યા મંદિરમાં જોગણી મતાની રમેલ યોજાઈ

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

ચૈત્ર માસ એટલે દેવીદેવતાઓનો રીજવવાનો મહિનો કહેવાય છે. આ મહિનામાં દરેક માતાજીની રમેલ ગામે ગામ થતી હોય છે. આ રમેલમાં ગામે-ગામથી ભૂવાઓને વાયક આપવામાં આવે છે. આખી રાત ભૂવા ધૂણે છે, વેણ-વધાવા માતાજી પાસે માગે છે, ને સવારે ફુલેકા ચડે છે. ત્યારે કાંકરેજ થરા ખાતે આવેલ વિનય વિધ્યા મંદિરમાં જોગણી માતાજીની રમેલ યોજાઈ હતી. જેમાં થરા એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ ચેરમેન અણદાભાઈ ચૌધરી, થરા નગરપાલિકાના સભ્ય પ્રુથ્વિરાજસિંહ વાઘેલા, રાયમલભાઈ પટેલ, સુખદેવસિંહ સોઠા, ઉમેશભાઇ પ્રજાપતિ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ દરેક ચૌધરી સમાજ તેમજ દરેક અઢારે આલમના લોકો રમેલમાં આવીને જોગણી માતાજીના દર્શન કર્યા હતા. સાથે ભોજન પ્રસાદ લીધો હતો. આ રમેલનું સુંદર આયોજન માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ ચૌધરી એ કર્યું હતું.