આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ
વડગામ તાલુકાના છાપી પાસે આવેલા માહી ગામમાંથી શંકાસ્પદ ઘીનો માલ ફૂડ વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ દ્ર્રારા રેડ કરી 10 લાખનો માલ જપ્ત કર્યો છે. ઘીના સેમ્પલને લઈ ફૂડ વિભાગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે વડગામ પંથકમાં બૂમરાળ મચી ગઈ છે.

વડગામ તાલુકામાં છાપી ગામના આજુ બાજુ ગામ વિસ્તારમા મોટું મુખ્ય વેપારી મથક ગણાય છે. છાપી નજીક આવેલા માહી ગામ પાસે કેટલાક વ્યક્તિઓ દ્વારા બનાવટી ઘીની ફેક્ટરી ચાલે છે. આ મામલે નકલી ઘી બનાવટની જિલ્લાના ફ્રુડ વિભાગને ખબર થતા ફુડના કર્મચારી અને પોલીસની સંયુક્ત ટીમ દ્રારા અચાનક રેડ કરી હતી. ઘીનો મોટી સંખ્યામાં માલ મળ્યો હતો. જ્યારે પોલીસ તેમજ ફુડ વિભાગ બન્ને પકડાયેલ ઘીના માલને શંકાસ્પદ ઘીના સેમ્પલ લઇને તટસ્થ તપાસ કરાઈ છે. તેથી ઘણી ચર્ચાઓ લોકો મા થઇ રહી છે. વડગામ તેમજ છાપી પંથકમાં નકલી ઘી સાથે અન્ય ચિજ વસ્તુઓનુ બજારોમા ખુલ્લેઆમ વેચાતુ હોવાની બુમરાડો પણ તાલુકાભરની જનતામાં થઇ રહી છે. ત્યારે જવાબદાર તંત્રના કર્મચારીઓ દ્રારા આ દિશામા તટસ્થ તપાસ હાથ ધરીને લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા લેભાગુ તત્વો સામે કાયદેસની કાર્યવાહી કરાય તેવી તાલુકા ભરના લોકોમાથી માગ ઉઠવા પામી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code