વડગામ તાલુકા પંચાયત ખેડૂતોને ઇનપુટ સહાય મંજુર કરવામાં જિલ્લામાં પ્રથમ

અટલ સમાચાર,વડગામ બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયત દ્વારા ખેડૂતોને ઇનપુટ સહાય મંજુર કરવામાં પ્રથમ તાલુકો બન્યો છે. અને તાલુકા પંચાયતના અધિકારીઓ અને ખેતીવાડી અધિકારીઓની અથાગ મહેનતથી આશરે ૧૮,૦૦૦ જેટલા ખેડૂતોને 12 કરોડ રૂપિયા જેટલું ચૂકવણું કરવામાં આવ્યું છે. તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતોને ચોમાસાના પાકની સહાય ચૂકવવા નક્કી કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકો ખેડૂતોને સહાય
 
વડગામ તાલુકા પંચાયત ખેડૂતોને ઇનપુટ સહાય મંજુર કરવામાં જિલ્લામાં પ્રથમ

અટલ સમાચાર,વડગામ

બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયત દ્વારા ખેડૂતોને ઇનપુટ સહાય મંજુર કરવામાં પ્રથમ તાલુકો બન્યો છે. અને તાલુકા પંચાયતના અધિકારીઓ અને ખેતીવાડી અધિકારીઓની અથાગ મહેનતથી આશરે ૧૮,૦૦૦ જેટલા ખેડૂતોને 12 કરોડ રૂપિયા જેટલું ચૂકવણું કરવામાં આવ્યું છે.

તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતોને ચોમાસાના પાકની સહાય ચૂકવવા નક્કી કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકો ખેડૂતોને સહાય ચૂકવવામાં પ્રથમ નંબરે આવ્યો છે. ત્યારે આશરે તાલુકાના 18 હજાર ખેડૂતોને બાર કરોડ રૂપિયા જેટલું સફળ ચુકવણું કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સમગ્ર કામની લઈ તાલુકા પંચાયત અધિકારીઓ માં ટીડીઓ એ.એચ.પરમાર, જે.સી.ચોધરી,આર.એમ. ચોરાસિયા, દિલ્પાબેન ચોધરી,કોમ્પ્યુટર ઓપરેટર કેશરભાઈ પરમાર અને ખેતીવાડી અધિકારી ઠાકોર, ગ્રામસેવક સહિત અધિકારીઓની અથાગમહેનતથી કોઈ પણ પ્રકારની ક્વેરી વગર ખેડૂતના ખાતામાં તેના રૂપિયા જમા થયી જવા પામ્યા છે.