આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

હિંમતનગર મામલતદાર કચેરીના કર્મચારી સામે સ્થાનિક રાજકીય આગેવાનને ઘર્ષણ થતાં અનેક બાબતો સામે આવી છે. નાયબ મામલતદાર પૈસા લઇ કામ કરે છે, વર્ષોથી ઉધ્ધતાઇભર્યુ વર્તન કરે છે અને કચેરીમાં જ મસાલાની પિચકારી મારે છે તેવા આક્ષેપો સાથે સ્થળ મુલાકાત કરી હતી. સમગ્ર બાબતે સ્થાનિક આગેવાને મામલતદારને સાથે રાખી રૂબરૂ બતાવી વિડીયો તૈયાર કરાવ્યો હતો. જેનાથી કેટલીક બાબતો ઉપર પુષ્ટિ થતી હોવાનુ લાગતા મામલતદારે બંનેના નિવેદનો લઇ તપાસ શરૂ કરવાનુ નક્કી કર્યુ છે.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકા મામલતદાર કચેરીમાં પિવાનુ પાણી અને સ્વચ્છતાને લઇ ગંભીર સ્થિતિ સામે આવી છે. જેમાં સ્થાનિક અરજદાર રવીન્દ્રસિંહ ચાવડાએ કોઇ કામથી કચેરીએ જતાં નાયબ મામલતદાર હરેશ પટેલ સાથેના વર્તનનો વિડીયો બનાવ્યો છે. રાજકીય આગેવાન રવિન્દ્રસિંહે કચેરીના નાયબ મામલતદાર હરેશ પટેલ ઉપર પૈસા લઇ કામ કરતા હોવાનો તેમજ અરજદારો સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનો આક્ષેપ મુક્યો છે. આ પછી સમગ્ર બાબતે મામલતદારને સાથે રાખી પિવાનુ પાણી અને ગંદકીના દ્રશ્યો બતાવતા ચોંકી ગયા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં અરજદારોનો ઘસારો રહેતો હોઇ દરરોજ સાંજે ચાર વાગ્યે સર્વર ડાઉન થઇ જાય છે. જેમાં નાયબ મામલતદાર હરેશ પટેલની ભુમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરી રવિન્દ્રસિંહે તપાસ કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ તમામ ઘટનાક્રમનો રવિન્દ્રસિંહે વિડીયો તૈયાર કરી પંથકમાં વાયરલ કરતા વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે. મામલતદારે ઘટનાને લઇ બંને પક્ષોને સાંભળી આગામી અઠવાડીયે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

25 May 2020, 8:43 AM (GMT)

COVID-19 Global Stats

5,514,011 Total Cases
346,877 Death Cases
2,309,440 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code