ઘટના@મહેસાણા: તળાવમાંથી એકસાથે 3 પુરુષોના મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર

 
ઘટના
સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણા જિલ્લાના સુરજ ગામના તળાવમાંથી એકસાથે 3 પુરુષોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. તળાવમાં મૃતદેહ હોવાની માહિતી મળતા જ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયર ફાઇટરની ટીમે તળાવમાં શોધખોળ શરૂ કરી ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. એક સાથે ત્રણ પુરુષોના મૃતદેહ મળતા ગામલોકોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે અને ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

તળાવમાંથી મળી આવેલા ત્રણેય પુરુષો કોણ છે તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. મૃતકોની ઓળખ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ત્રણેય પુરુષોના મોત કઈ રીતે થયા અને તેઓ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘટનાની વધુ તપાસ બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.એક સાથે ત્રણ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. મૃતકોની ઓળખ અને મોત પાછળનું સાચું કારણ બહાર આવ્યા બાદ આ સમગ્ર ઘટનાનું રહસ્ય ખુલશે.