આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

આઈ લવ યૂ મમ્મી-પાપા. મને માફ કરી દેજો. દુનિયામાં (world)માતા-પિતાથી વધારે પ્રેમ બીજું કોઇ કરી શકે નહીં. આ દુનિયા સ્વાર્થી છે. મારે હવે જીવવું નથી. ભલે તમે ઘણા સારા હોય પણ આ દુનિયા તમને ખરાબ જ કહેશે. મારા માટે તમે જેટલું કર્યું કદાચ તેટલું કોઇ ના કરી શકે. જોકે હું તમારી દીકરી હોવાની ફરજ નિભાવી ના શકી, આ દુનિયા છોડીને હું જઇ રહી છું . બાળપણમાં જે રીતે મારી ભૂલોને માફ કરી તે જ પ્રકારે આ ભૂલને પણ માફ કરી દેજો. આઈ લવ યૂ મમ્મી પાપા એન્ડ ઓલ માય ફેમિલી.

આ શબ્દો ચૂરુની રાજકીય નર્સિંગ કોલેજની બીએસસી 20 વર્ષીય વિદ્યાર્થિની પ્રિયંકા કટવાના છે. પ્રિયંકાએ પોતાની ભાવના કાગળ પર લખીને દુનિયાને અલવિદા કહી છે. પ્રિયંકાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. આ સૂચના પોલીસને (Police)મળતા સિઓ સિટી મમતા સારસ્વત સહિત કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિવારજનોની હાજરીમાં લાશને ઉતારી હતી. સ્થળ પરથી પ્રિયંકાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નર્સિંગની વિદ્યાર્થિની પ્રિયંકા જે મકાનમાં રહેતી હતી તે મકાન માલિકે જણાવ્યું કે ઘરની મહિલાની તબિયત ખરાબ હોવા પર શનિવારે રાત્રે જ પ્રિયંકા પાસે ડ્રિપ લગાવાઇ હતી. તે સમયે પ્રિયંકા યોગ્ય રીતે વાતચીત કરી રહી હતી. રાતે આત્મહત્યા કરશે તે કોઇએ વિચાર પણ કર્યો નહીં હોય. પ્રિયંકાના પિતા પ્રેમ કટવાએ જણાવ્યું કે શનિવારે વીડિયો કોલ કરીને પ્રિયંકાએ ઘર પર પરિવારજનો સાથે વાત કરી હતી. તે સમયે પ્રિયંકાએ આવી કોઇ વાત કરી ન હતી જેનાથી તેને કોઇ પરેશાની હોય. ઘરમાં ચાચા-ચાચી સાથે પણ વીડિયો કોલિંગ પર વાત થઇ હતી ત્યારે કહ્યું હતું કે આજે ખાવામાં ચૂરમા બનાવી રહી છું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code