ઘટના@આણંદ: CNG પમ્પ પર કારમાં આગ લાગતા ભારે દોડધામ મચી, આગ લાગવાનું કારણ અકબંધ

 
આગ

લોકોના ટોળેટોળા સીએનજી પમ્પ પર ઉમટ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આણંદના તારાપુરના સાંઠ ગામના એક સીએનજી પમ્પ પર કારમાં આગ લાગવાની ઘટના બની છે. કારમાં સીએનજી ફિલિંગ કરીને નોઝલ બહાર કાઢતા સમયે અચાનક કારમાં આગ લાગી હતી અને ગેસ પંપ માલિક દ્વારા પોતાની પાસેના ફાયર સેફ્ટીના સાધનો અને પાણી દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી.ત્યારે ફાયર બ્રિગેડને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

ગેસ ભરતી વખતે લાગેલી અચાનક આગને કારણે કાર સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ થઈ હતી અને સીએનજી પંપને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે બીજી તરફ સીએનજી પમ્પ પર કારમાં લાગેલી આગની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં મોટી દોડધામ મચી જવા પામી હતી અને લોકોના ટોળેટોળા સીએનજી પમ્પ પર ઉમટ્યા હતા. અત્યાર સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.