ઘટના@અમદાવાદ: નારોલમાં આવેલ ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટનામાં 2 કર્મચારીઓના મોત, 4ની હાલત ગંભીર

 
ઘટના

સાત લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે આ ઘટનામાં બે કર્મચારીઓના મૃત્યુ થયા છે. જ્યારે સાત લોકોને પણ આ ઘટનામાં ઘાયલ થતાં મણિનગરની LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ચાર લોકોની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઇમરજન્સી ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસ ગળતર બંધ કરાવ્યું હતું.

ઘટનાને પગલે ફાયર બ્રિગેડ, GPCB, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ સહિતનો દાખલો ઘટના સ્થળે પહોંચ્યો છે.આ ઘટનામાં બે લોકોનાં મૃત્યુ નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. જ્યારે સાત લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બે લોકોની તબિયત સારી હોવાની પ્રથામિક માહિતી છે. નારોલની દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કેમિકલ લીક થવાના કારણે ફેક્ટરીમાં નવ વ્યક્તિઓને ગેસની અસર થતાં 108 મારફતે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગેસ ગળતરની ઘટના બન્યા બાદ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ડિવિઝનલ ફાયર ઓફિસર અને સ્ટેશન ફાયર ઓફિસર સહિત અસલાલી ફાયર સ્ટેશન ટીમ ના સ્થળે પહોંચી હતી અને સુરક્ષિત સાધનો સાથે તાત્કાલિક ધોરણે ગેસ ગળતર બંધ કરાવવામાં આવ્યું હતું. આજે સવારે 11 વાગ્યાની આસપાસ કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતાં ફયુમના કારણે જ ફેકટરીમાં જે માણસો કામ કરતા હતા એ લોકો ગેસની અસર થઈ હતી. જેના કારણે 9 લોકો બેભાન થઈ ગયા હતા.