બનાવ@અમદાવાદ: અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષના બાળકનું મોત

 
ઘટના
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના ગોતા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષના બાળકનું મોત થવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના ગોતાના સેવન બ્લીસ ફ્લેટમાં બની. બાળકનું નામ દર્શીલ હોવાનું સામે આવ્યું છે. ફ્લેટ બનાવનાર બિલ્ડરની બેદરકારીથી માસુમ બાળક મોતને ભેટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફ્લેટ પાર્કિંગ પાસે ટાંકીનું ઢાંકણું નીચે પડી ગયું હતું, આ અંગે સોસાયટીના સભ્ય દ્વારા બિલ્ડરને જાણ પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકોને ને લઈને અવરનવર ઘટના બનતી હોય છે તેવામાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ કરૂણ ઘટના અમદાવાદના ગોતા વિસ્તાર ની છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.