બનાવ@અમદાવાદઃ દારૂ પીવા માટે પૈસા ના આપતા પુત્રએ 65 વર્ષીય વિધવા માતાને માર માર્યો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા પુત્રએ દારૂ પીવા માતા પાસે પૈસા માગ્યા હતા. જો કે, માતાએ પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પુત્રએ માતાને માર માર્યો હતો. આ મામલે માતાએ કાગડાપીઠ પોલીસ મથકમાં પુત્ર સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ પુત્ર માતાને માર મારતો હતો.
 
બનાવ@અમદાવાદઃ દારૂ પીવા માટે પૈસા ના આપતા પુત્રએ 65 વર્ષીય વિધવા માતાને માર માર્યો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા પુત્રએ દારૂ પીવા માતા પાસે પૈસા માગ્યા હતા. જો કે, માતાએ પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પુત્રએ માતાને માર માર્યો હતો. આ મામલે માતાએ કાગડાપીઠ પોલીસ મથકમાં પુત્ર સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ પુત્ર માતાને માર મારતો હતો. જેથી આ મામલે માતાએ તેની સામે અરજી કરી હતી.

શહેરના ગીતામંદિર વિસ્તારમાં આવેલ રામપુરાની ચાલી ખાતે 65 વર્ષીય વિધવા અમથીબહેન પરમાર પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેમના પતિ બે વર્ષ પહેલાં ગુજરી ગયા છે અને ચાર સંતાન છે. જેમાં પરષોત્તમ ઉર્ફે મુકલો સિવાય તમામ સંતાનના લગ્ન થઇ ચુક્યા છે. પરષોત્તમ કંઇ કામ ધંધો કરતો નથી અને અવાર નવાર દારૂ પીવાની ટેવ ધરાવે છે. તે દારૂ પીવે ત્યારે માતા સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો પણ આપતો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિકરાનો સતત ત્રાસ હોવાને તથા માથાભારે શખસ હોવાથી માતાએ તેની વિરુધમાં કાગડાપીઠ પોલીસ મથકમાં અગાઉ પણ અરજી આપી હતી. 20મીના રોજ સવારે નવ વાગ્યે અમથીબહેન તેમના દિકરા હરીષ સાથે ઘરે હાજર હતા. ત્યારે પરષોત્તમ બહારથી આવ્યો હતો. તેણે દારૂ પીવા માટે અમથીબહેન પાસે પૈસા માગ્યા હતા.