ઘટના@અમદાવાદ: નારોલ જીઆઈડીસી સ્થિત એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

 
નારોલ

આકાશમાં કાળા ડિંબાગ ઘૂમડાનું સામ્રાજ્ય છવાઇ જવા પામ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં આવેલી નારોલ જીઆઈડીસી સ્થિત એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ આગ આજે સવારના સમયે લાગી હોવાની જાણકારી મળી રહી છે. શહેરની નારોલ જીઆઈડીસીમાં આવેલી મહાલક્ષ્‍મી ફેબ્રિક્સ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં આજે સવારે 8.50ની આસપાસ ભીષણ આગની ઘટના બની છે.

આગના કારણે આકાશમાં કાળા ડિંબાગ ઘૂમડાનું સામ્રાજ્ય છવાઇ ગયું છે.જે કંપનીમાં આગ લાગી છે તેની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આગની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠાં થવા પામ્યા હતા. મહાલક્ષ્‍મી ફેબ્રિક્સ મિલ્સ પ્રા. લિ.માં આગની ઘટના પર કાબૂ મેળવવા માટે ફાયર બિગ્રેડના  6 વાહનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાલ હાથ ધરવામાં આવી રહી છે.