આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં પોલીસકર્મીને ટોળાંએ દોડાવી દોડાવી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેની સામે પણ ગુનો નોંધ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ સુનીલ ચૌહાણને માર મારતો વિડીયો હાલ સોશિયલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે, રાત્રી દરમ્યાન પોલીસ કર્મચારીઓ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થયુ હતું. એકઠા થયેલા લોકોમાંથી કેટલાક લોકોએ આ પોલીસકર્મીને લાકડી અને પાઈપ વડે ખૂબ માર માર્યો હતો. પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વીડિયોમાં જે પોલીસ કર્મચારી છે તે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોસ્ટેબલ સુનીલ ચૌહાણ હોવાનું જાણવા મળે છે. સોલા પોલીસ મથકમાં કોન્સ્ટેબલની ફરિયાદ પરથી માર માર્યા બાબતની નામ જોગ 5 શખ્સ તથા અન્ય ટોળા વિરુદ્ધમાં આઈપીસી 323, 324, 325, 143, 147, 148, 149, 294 (ખ) તથા જીપીએ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ 6 લોકોની અટકાયત કરી અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેમના વિરૂદ્ધ પણ સોલા પોલીસે ગુનો દાખલ કરી અટકાયત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code