ઘટના@અમદાવાદ: એકસાથે 5 સ્થળે લાગી ભયાનક આગ, રોડ પર ફાયરના વાહનોના સાયરન ગુંજી ઉઠ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે અમદાવાદના એક સાથે પાંચ સ્થળોએ આગ લાગતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તમામ સ્થળે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.એક દિવસમાં આગની 5 ઘટનાથી દોડધામ મચી ગઇ હતી. રોડ પર ફાયરના વાહનોના સાયરન ગુંજી ઉઠ્યા હતા. પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો થયા આગમાં ભડથું થયા હતા. ચંડોળામાં ડિમોલિશન બાદ કાટમાળમાં આગ લાગી ગઇ હતી.
વટવા GIDC ફેઝ-4ની ખાનગી કંપનીમાં આગ લાગી હતી. સોલા સિવિલમાં બે લોકો લિફ્ટમાં ફસાતા આગ લાગી ગઇ હતી.અમદાવાદના વટવા GIDCમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. વટવા GIDCના ફેઝ-4 માં આગ લાગી હતી. કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ જો કે હજી સુધી સામે આવી શક્યું નથી.શહેરમાં આગની એકસાથે પાંચ ઘટનાઓથી ચકચાર મચી ગઇ હતી.
વટવા GIDC ફેજ-4માં જયશ્રી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. પ્રહલાદનગર વિનસ એટલાન્ટિસ કોમ્પલેક્ષ બહાર પાર્કિંગમાં પડેલા વાહનોમાં લાગી આગ લાગી ગઇ હતી. આ ઉપરાંત બાપુનગર વિસ્તારમાં કારમાં આગનો બનાવ બન્યો હતો. ચંડોળા તળાવમાં ડિમોલિશન બાદ કાટમાળમાં આગ લાગી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમાં 2 લોકો ફસાયા હતા. લિફ્ટમાં લોકો ફસાતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગે લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એકસાથે 5 ઘટનાથી ફાયર વિભાગમાં દોડધામ થઇ હતી.