ઘટના@અમદાવાદ: બોપલમાં બે કાર વચ્ચે ભીષણ અકસ્માત, 3નાં મોત, એક કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

 
અકસ્માત
અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી છે અને વધુ તપાસ હાથી ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આજે સવારે પાંચ વાગ્યે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયા હતા. ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી. જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ફોર્ચ્યુનર બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.