બનાવ@અમદાવાદ: “તું મારી નહીં તો કોઇની નહીં” પૂર્વ પતિએ પત્નિની છરીના 27 ઘા મારી હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીના ઘરમાં ઘુસી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે હવે વટવા પોલીસે પુર્વ પતિ સહીત ચાર આરોપી ધરપકડ કરી છે. પતિએ માનસિક વિકૃતતામાં આવી ત્રાસના કારણે 15 વર્ષના લગ્નજીવનને ખતમ કરી નાખ્યું. આ ઘટનામાં અન્ય આરોપીઓએ
 
બનાવ@અમદાવાદ: “તું મારી નહીં તો કોઇની નહીં” પૂર્વ પતિએ પત્નિની છરીના 27 ઘા મારી હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીના ઘરમાં ઘુસી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે હવે વટવા પોલીસે પુર્વ પતિ સહીત ચાર આરોપી ધરપકડ કરી છે. પતિએ માનસિક વિકૃતતામાં આવી ત્રાસના કારણે 15 વર્ષના લગ્નજીવનને ખતમ કરી નાખ્યું. આ ઘટનામાં અન્ય આરોપીઓએ મદદગારી કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે શોધખોળ કરી છે.

બનાવ@અમદાવાદ: “તું મારી નહીં તો કોઇની નહીં” પૂર્વ પતિએ પત્નિની છરીના 27 ઘા મારી હત્યા કરી
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

અમદાવાદના વટવામાં એક મહિલા જીંદગી માટે આજીજી કરતી રહી. પરતું પુર્વ પતિએ છરીના ઉપરા છાપરી 27 ઘા ઝીકી હત્યા કરી નાંખી હતી. જયાં સુધી મહિલાનો દમ ન ગયો ત્યાં સુધી પુર્વ પતિ હેવાન બની છરી ઘા મારતો રહ્યો. વિકૃત પતિ અજય ઠક્કરની પત્નીએ એક વર્ષ પહેલા છૂટાછેડા લઇને તેનાં મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આજ અદાવત રાખીને આરોપી અજય અને તેનો પિતરાઈ ભાઈ ભાવેશ, ઋષભ, જયદીપ સહીત 7 લોકો ઇકો ગાડી લઇ મૃતક મહિલા હેમાના ઘરે જઇ રેકી કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, 15 વર્ષ પહેલા મૃતક હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠક્કર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓના બે સંતાનો છે. લગ્ન ગાળા સમયે અજય ઠક્કર પત્ની હેમાને અવારનવાર મારતો હતો. જેથી કંટાળીને હેમાએ છૂટાછેડા લઇ બે બાળકો અજય ઠક્કરને સોંપ્યા હતાં. છૂટાછેડાના એક મહિના બાદ હેમાએ અજયના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમસબંધ થતા લગ્ન કરી અમદાવાદ વટવામાં સુખસાગર સોસાયટીમાં રહેવા માટે આવી ગઇ હતી.

આરોપી અજયએ હેમાની શોધખોળ કરી હતી. જે 11 મહિના પછી વટવા રહેતી હોવાની જાણ થતાં જ તે મિત્રો સાથે વટવા પહોંચ્યો અને દોઢ કલાક સુધી તેના મિત્રોએ શોધખોળ કરી રહ્યાં હતાં. તેવામાં હેમાં દૂધ લેવા નીકળી ત્યારે તેના ઘરનો પતો મળ્યો અને ઘરે જઈ હત્યા કરી દીધી. આ હત્યામાં અજય અને ભાવેશ એ ઉપરા છાપરી 27 છરીના ઘા ઝીક્યાં અને આરોપી કેવલે મહિલાને પકડી રાખી હતી. આ ઘટનામાં અન્ય આરોપીઓએ મદદગારી કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે શોધખોળ કરી છે.