ઘટના@અમદાવાદ: સાયન્સ સિટી પાસે ગાડીના શો રૂમના પાર્કિંગમાં વિકરાળ આગ, 10થી વધુ વાહનો બળીને ખાખ

 
આગ
ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો રૂમના પાર્કિંગમાં આજે બુધવારે અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી, જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા.

કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી.ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 10થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી.