ઘટના@અમદાવાદ: નેલ પોલિશ બનાવતી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ! ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે

 
આગ
સમગ્ર વિસ્તારમાં અફરાતફરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના ઈસનપુર-નારોલ હાઈવે પર આજે બપોરે એક મોટી આગની ઘટના સામે આવી છે. હાઈવે નજીક આવેલા એક ઔદ્યોગિક એસ્ટેટમાં નેલ પોલિશ બનાવતી કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભડકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી જ ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યા હતા.

કેમિકલ આધારિત ઉત્પાદન થતું હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ આસપાસની ફેક્ટરીઓ અને એકમોમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો  ઈસનપુર-નારોલ હાઈવે પર આવેલા એક ઔદ્યોગિક એસ્ટેટની અંદર કાર્યરત નેલ પોલિશ અને અન્ય કેમિકલ ઉત્પાદનો બનાવતી કંપનીમાં લાગી હતી. કેમિકલ અને જ્વલનશીલ પદાર્થોનો જથ્થો હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ કેટલાક વિસ્ફોટ જેવા અવાજો પણ સંભળાયા હતા, જેના કારણે વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. સત્તાવાર રીતે કોઈ વિસ્ફોટની પુષ્ટિ કરવામાં આવી નથી. આગની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર અધિકારીઓ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણી અને ફોમનો મારો ચલાવી રહ્યા છે. કેમિકલ આગ હોવાના કારણે આગ બુઝાવવાની કામગીરી પડકારજનક બની હોવાનું ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.