ઘટના@અમદાવાદ: લાંભા વિસ્તારમાં લાગી ભીષણ આગ, ફાયરની 23 ગાડીઓ ઘટનાસ્થળે

ખુલ્લા પ્લોટમાં લાકડાનો જથ્થો હતો તેમાં અચાનક આગ લાગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદનાના લાંભા વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી. ખુલ્લા પ્લોટમાં પડેલા લાકડામાં આગ લાગી હોવાની વાત સામે આવી છે,60 ટન લાકડામાં લાગેલી આગ વિકરાળ બની હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. બીજી તરફ બાજુમાં રહેલ પુષ્કર ઈન્ડસ્ટ્રીયલમાં પણ આગના કારણે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. લાંભામાં વહેલી સવારે આગની ઘટના બનતા દોડધામ મચી હતી તો ખુલ્લા પ્લોટમાં લાકડાનો જથ્થો હતો તેમાં અચાનક આગ લાગી હતી.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનું કામ શરૂ કર્યુ છે.તો આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે પણ આ મામલે તપાસ કરી છે અને લોકોના નિવેદન લીધા છે. આગ લાગતાની સાથે દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા.ખુલલા પ્લોટમાં 60 ટન લાકડામાં લાગેલી આગ સવારથી બેકાબું થઈ હતી, સવારે 4:05 કલાકે આગ લાગી હતી. અસલાલી લાભા મંદિર પાસે ખજુરી હનુમાન દાદા મંદિરની સામે સનસાઈન હેન્ડીક્રાફ્ટ ખાતે ખુલ્લા પ્લોટમાં 60 ટન સગવાંનના લાકડાના જથ્થામાં આગ લાગી હતી તો બાજુમાં રહેલી ઈન્ડસ્ટ્રીમાં પણ 10 જેટલા શેડ બળીને ખાખ થઈ ગયા છે.