ઘટના@અમદાવાદ: એરપોર્ટ પર પાર્કિગને લઈ PM મોદીના ભાઈએ કર્યો હોબાળો, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલનું સંચાલન અદાણી કંપનીને સોંપાયા બાદ છાશવારે અનેક વિવાદો સામે આવી રહ્યા છે. આ સાથે એરપોર્ટના નામકરણ અને પાર્કિંગના ચાર્જના મુદ્દા યથાવત છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ પણ અમદાવાદ એરપોર્ટ પર પાર્કિગના ચાર્જને લઈને વિરોધ નોધાવ્યો છે. આ સમયે પ્રહલાદ મોદીએ
 
ઘટના@અમદાવાદ: એરપોર્ટ પર પાર્કિગને લઈ PM મોદીના ભાઈએ કર્યો હોબાળો, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલનું સંચાલન અદાણી કંપનીને સોંપાયા બાદ છાશવારે અનેક વિવાદો સામે આવી રહ્યા છે. આ સાથે એરપોર્ટના નામકરણ અને પાર્કિંગના ચાર્જના મુદ્દા યથાવત છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ પણ અમદાવાદ એરપોર્ટ પર પાર્કિગના ચાર્જને લઈને વિરોધ નોધાવ્યો છે. આ સમયે પ્રહલાદ મોદીએ વિરોધ દર્શાવતા કહ્યું હતું કે, તેમણે કાર પાર્કિગમાં મૂકી જ નથી છતાં ચાર્જ વસુલી લેવાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી મંગળવારે ઉત્તરાખંડના હરિદ્વારથી અમદાવાદ પાછા ફર્યા હતા અને આ સમયે એરપોર્ટ પર જયારે અદાણીના કર્મચારીઓએ પાર્કિંગ ચાર્જ લેવાનું કહ્યું ત્યારે તેમને હોબાળો કર્યો હતો. એરપોર્ટના પાર્કિંગ ચાર્જ અંગે તેઓએ કહ્યું, હું કારને હંમેશાં રોડ પર ઊભી રખાવીને એરપોર્ટ ટર્મિનલમાં આવું છું, ત્યારે જ ડ્રાઈવરને ફોન કરીને કાર મગાવું છું અને તરત જ બેસીને બહાર નીકળી જાઉં છું.

પ્રહલાદ મોદીએ જણાવ્યું હતુ કે, મંગળવારે જયારે હું હરિદ્વારથી એરપોર્ટ ટર્મિનલમા આવ્યા બાદ બહાર નીકળ્યો ત્યારે કાર મગાવી, કારમાં બેસીને બહાર નીકળતો હતો ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે તેમની પાસે 90 રૂપિયા માગ્યા હતા. આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું એ એરપોર્ટ પર ગાડી પાર્ક કરી જ નથી, હું રોડ ટેક્સ ભરું છું તો પછી પાર્કિંગ ચાર્જ શા માટે આપું. જોકે આ હંગામા બાદ અંતે એરપોર્ટના કર્મચારીઓએ પ્રહલાદ મોદીને પાર્કિંગ ચાર્જ લીધા વગર જવા દીધા હતા.