ઘટના@અમદાવાદઃ મોજશોખની લાલચમાં સગીરે પાડોશીના 7 વર્ષના બાળકનું અપહરણ કર્યું

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે આજે 7 વર્ષના બાળકનું પાડોશી સગીરે અપહરણ કર્યું હતું. બાળકને હેમખેમ છોડાવવા માટે તેણે બાળકના પરિવાર પાસેથી 30 લાખની ખંડણી માંગી હતી. ત્યારે ગ્રામ્ય એસઓજી, એલસીબી, વિવેકાનંદ નગર કણભા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને અપહરણ કરનાર 17 વર્ષના સગીરની ધરપકડ કરી હતી. અને અપહ્યત બાળકનો હેમખેમ છુટકારો થયો
 
ઘટના@અમદાવાદઃ મોજશોખની લાલચમાં સગીરે પાડોશીના 7 વર્ષના બાળકનું અપહરણ કર્યું

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે આજે 7 વર્ષના બાળકનું પાડોશી સગીરે અપહરણ કર્યું હતું. બાળકને હેમખેમ છોડાવવા માટે તેણે બાળકના પરિવાર પાસેથી 30 લાખની ખંડણી માંગી હતી. ત્યારે ગ્રામ્ય એસઓજી, એલસીબી, વિવેકાનંદ નગર કણભા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને અપહરણ કરનાર 17 વર્ષના સગીરની ધરપકડ કરી હતી. અને અપહ્યત બાળકનો હેમખેમ છુટકારો થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામમાં હિમાચલ પ્રદેશના નૈનિતાલનો પરિવાર રહે છે. આ પરિવારમાં તેમનો ભાણેજ પણ રહેતો હતો. સગીર વયના આ ભાણેજને ઝડપથી રૂપિયા કમાવવાની લાલચ જાગી હતી. તેને મોજશોખ કરવા હતા. તેથી તેણે પાડોશમાં રહેતા પરિવારના 7 વર્ષના બાળકનું અપહણ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. બાળકના પિતા દુકાન ધરાવે છે. જેથી તેઓ રૂપિયા આપી શકશે તે હેતુથી બાળકનું અપહણ કર્યું હતું. સગીર મંગળવારે સાંજે 5.30 કલાકે પાડોશી બાળકને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયો હતો. જેથી બાળક પણ પરિચિત હોવાથી તેની સાથે એક્ટિવા પર ગયો હતો. તેના બાદ સગીરે તેના પિતાને ફોને કરીને 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.