ઘટના@અમદાવાદ: એસ.ટી. બસના ચાલકે વિદ્યાર્થીને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ કરુણ મોત

 
અકસ્માત
એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના અનુપમ બ્રિજ નજીક આજે એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. એક એસ.ટી. બસના ચાલકે બેફામ રીતે બસ ચલાવીને એક વિદ્યાર્થીને ટક્કર મારતાં તે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે વિસ્તારમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.  માહિતી અનુસાર આ અકસ્માત અનુપમ બ્રિજની નજીક થયો હતો.એસ.ટી. બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો કે અન્ય કોઈ કારણસર, પણ વિદ્યાર્થીને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જનાર એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ટ્રાફિક અને માર્ગ સલામતીના નિયમોના પાલન પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.