ઘટના@અમદાવાદ: નિકોલ વિસ્તારમાં વિચિત્ર અકસ્માત, કાર પિલ્લર સાથે અથડાતા મહિલા કચડાઇ ગઇ

 
અકસ્માત
રિવર્સ લેવા જતાં કાર ધડાકાભેર અથડાઇ હતી. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કારથી કચડાઇ જતાં મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે બાળકને ઇજા પહોંચી છે. કાર પિલ્લર સાથે અથડાતા મહિલા કચડાઇ ગઇ હતી અને ગંભીર ઇજાઓને કારણે મહિલાનું મોત નીપજ્યું છે. હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ અકસ્માત કેવી રીતે સર્જાયો, તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અમદવાદમાં આવેલા નિકોલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં અબજીબાપા ગ્રીન સોસાયટીના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો. એક મહિલા તેના બાળક સાથે ગેટ પાસે બેઠી હતી, તે સમયે આ ઘટના બની હતી. રિવર્સ લેવા જતાં કાર ધડાકાભેર અથડાઇ હતી. કારને રિવર્સ લેતાં કાર પિલ્લર સાથે અથડાઇ હતી. જ્યાં બેસેલી મહિલા કચડાઇ ગઇ હતી. આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું છે. જ્યારે બાળકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો, તે અંગેની તપાસ સંદર્ભે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.