ઘટના@અમદાવાદ: કોઠ-ગાંગડ રોડ પર ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો, 2ના મોત

 
અજસ્મત

આઇસર ટ્રક અચાનક પલટી ખાતા અકસ્માતની ઘટના બની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના કોઠ-ગાંગડ રોડ પર ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો. આ ટ્રકમાં DJનો સામાન હતો. આજે હોળીના તહેવારને લઈને શહેરમાં લોકો પોતાના ફાર્મહાઉસમાં પાર્ટીનું આયોજન કરતા હોય છે. પાર્ટીપ્લોટમાં DJ વગાડવાનો સામાને પંહોચાડવા આજે એક ટ્રક રાજકોટથી દાહોદ જઇ રહી હતી ત્યારે અમદાવાદથી કોઠ-ગાંગડ રોડ પર પસાર થતા અચાનક પલટી ખાઈ ગઈ. ધુળેટી તહેવારમાં રંગ લગાવવા સાથે લોકો પાર્ટીમાં DJનું મ્યુઝીક વગાડી તહેવારની ઉજવણી કરવા લાગ્યા છે.

ડીજેના સામાન ભરેલ એક આઇસર ટ્રક રાજકોટથી દાહોદ જઈ રહી હતી. આ ટ્રકમાં ચાર માણસો સવારી કરી રહ્યા હતા. ત્યારે આઇસર ટ્રક અચાનક પલટી ખાતા અકસ્માતની ઘટના બનવા પામી. અમદાવાદના ગાંગડ રોડ પર આઇસર ટ્રકે પલટી મારતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ ભેગા મળી ટ્રક ઊંચી કરવા પ્રયાસ કર્યો. પરંતુ આઈસર ટ્રકમાં વધુ વજન હોવાથી લોકોના પ્રયાસ નિષ્ફળ ગયા. દરમિયાન અકસ્માતમાં ટ્રકમાં સવાર ચાર લોકોને ગંભીર ઇજા પંહોચતા પોલીસને જાણ કરવામાં આવી. બનાવની માહિતી મળતા જ બગોદરા પોલીસે ઘટના સ્થળ પર પહોચી કાર્યવાહી હાથ ધરી.

પોલીસે ડીજે સામાન ભરેલ ટ્રકને ખસેડવા માટે આખરે જેસીબી બોલાવી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર 2 લોકોના નીચે પટકાવાથી જ ઘટનાસ્થળ પર જ મોત નિપજયા હતા. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનોના નામ શાહિદભાઈ અને નરસિંહભાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે મોહનભાઈ અને કેવલ નામના વ્યક્તિઓ ઇજાગસ્ત થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા.