ઘટના@અમદાવાદ: બોપલ-આંબલી રોડ પર નબીરાઓ બન્યા બેફામ, કારચાલકે નશામાં 4થી 5 વાહનોને અડફેટે લીધા

 
Akasmat

સ્થાનિકોએ કારચાલકને બહાર કાઢીને બરોબરનો મેથીપાક ચખાડયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર રફતારનો કહેર જોવા મળ્યો છે. કાર ચાલકે નશામાં 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે,ધોળા દિવસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં રોષે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલકને માર માર્યો હોવાની વાત કરી છે.કારચાલકને મારી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા, તો પાછો નબીરો ગાડીમાં બેઠો બેઠો સિગરેટના દમ ખેંચી રહ્યો હતો.

 

અમદાવાદમાં આમ પણ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે,જેમાં ઓવરસ્પીડમાં ઓડી કારના ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા. જેમાં ઘણા બાઈક ચાલકોને કચડી નાખ્યા હોવાની વાત સામે આવી છે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને સ્થાનિકોએ કાર ચાલકને બહાર કાઢીને બરોબરનો મેથીપાક ચખાડયો હતો,કાર ચાલક એટલો નશામાં હતો કે તેણે અકસ્માત કરીને પણ ખબર ન હતી કે તેણે અકસ્માત કર્યો છે.

સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે અને કાર ચાલકની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે, ત્યારે આવી ઘટનાઓ અમદાવાદમાં સામાન્ય બનતી જાય છે,બોપલ વિસ્તારમાં અનેકવાર આવી અકસ્માતોની ઘટના બનતી હોય છે,અમદાવાદ શહેરમાં પોલીસ આવા નબીરાઓની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે, વારંવાર અકસ્માત સર્જીને કોઈનો જીવ લેવો એ કોઈ સામાન્ય વાત નથી.ઘટનાની જાણ થતાની સાથે આસપાસના સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડયા હતા,અને કાચ ચાલક નશામાં જ રોડ પર સૂઈ ગયો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.