ઘટના@અમરેલી: શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો, શિક્ષકે 2 વિધાર્થીની સાથે આચર્યુ દુષ્કર્મ

વાલીઓમા પણ રોષની લાગણી જોવા મળી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે. 8 દિવસથી શિક્ષક દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ ઉઠી હતી તો સમગ્ર મામલે બાળકીઓએ માતા-પિતાને જાણ કરી અને આખરે અમરેલી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. અમરેલીમાં શિક્ષક દ્વારા બે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરતા શિક્ષણ જગતને લાંછન લાગ્યું છે. આરોપી શિક્ષકે બાળકીનો એક પછી એક એમ રૂમમાં બોલવાતો અને દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે.
આ ઘટનાને લઈ વાલીઓમા પણ રોષની લાગણી જોવા મળી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે.બન્ને બાળકીઓ સગીરવયની છે અને દુષ્કર્મ આચરીને કોઈને કહેવાનું નહી તેવું બાળકીઓને કહેતો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. નરાધમ શિક્ષકે ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી.
અહી સ્કૂલમા ધોરણ 1 થી 5મા માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. અને પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર પટેલ નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહી માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સીપાલ રજા પર હોય અને શિક્ષક એકલો હતો ત્યારે રીસેસમા રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ઠા કરી રહ્યો હતો. વાલીઓએ દોડી જઇ તેને રંગેહાથ ઝડપ્યો હતો.