ઘટના@આણંદ: શુક્રવારે દિકરીના લગ્ન, મંગળવારે વાવાઝોડાથી મકાનની છત પડતાં પિતાનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. આંકલાવ તાલુકામાં ભારે પવન સાથે વરસતા વરસાદમાં ચમારા ગામના બોરિયા વિસ્તારમાં મકાનની છત તૂટી જતાં પુરૂષનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નીને માથાના ભાગમાં સામાન્ય ઇજા થઈ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો. પરિવાર ઘરમાં રસોઈ બનાવી રહ્યો હતો, ત્યારે આ
 
ઘટના@આણંદ: શુક્રવારે દિકરીના લગ્ન, મંગળવારે વાવાઝોડાથી મકાનની છત પડતાં પિતાનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. આંકલાવ તાલુકામાં ભારે પવન સાથે વરસતા વરસાદમાં ચમારા ગામના બોરિયા વિસ્તારમાં મકાનની છત તૂટી જતાં પુરૂષનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નીને માથાના ભાગમાં સામાન્ય ઇજા થઈ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો. પરિવાર ઘરમાં રસોઈ બનાવી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. જોકે, કરૂણ દુર્ઘટના એ છે કે, આ વ્યક્તિની દીકરીના શુક્રવારે લગ્ન હતા. પરંતુ પિતાનું જ નિધન થતાં લગ્ન બંધ રાખવા પડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેતમજૂરી કરતા ભાઇલાલભાઈ મેલાભાઈ પઢિયાર (ઉં.વ 40)નો તૌકતે વાવાઝોડામાં જીવ ગયો છે. પોતાના ઘરે એક બાજુ પોતાના દીકરાના જ્વારાની સ્થાપના કરેલી હતી અને આ શુક્રવારે પોતાની દીકરી કપિલાબેનના લગ્ન લીધા હતા. જોકે, પિતાના નિધનને પગલે બંધ રાખવા પડ્યા. મંગળવારે બપોરે ભાઇલાલભાઈ પઢિયાર અને પત્ની સુધાબેન ભાઇલાલભાઈ પઢિયાર રૂમના અડારામાં રસોઇ બનવી રહ્યાં હતાં ત્યારે અચાનક વાવાઝોડામાં મકાનની નળિયાની છત ઊડીને પડવાથી બને દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાઇલાલભાઈનું બે કલાક સુધી વાવાઝોડામાં કોઈપણ પ્રકારની સારવાર ન મળતાં મોત નીપજ્યું હતું અને પત્નીને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. પરિવારના મોભીના નિધનને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. છત તૂટી પડી ત્યારે વાવાઝોડાને લઈ બાળકો કાકાને ઘરે જતાં રહ્યાં હતાં. જેને કારણે તેઓ બચી ગયા હતા. પતિ-પત્ની ઘરે રસોઇ બનાવી રહ્યાં હતાં ને અચાનક ઘર પરની નળિયાની આખી છત ઊડીને પડતાં બન્ને દટાયા હતા, જેમાં પતિનું સારવાર ન મળતાં મોત થયું હતું ને પત્નીનો આબાદ બચાવ થયો હતો. આજુબાજુના સ્થાનિકોની મદદ લઇ બંનેને બહાર તો કાઢ્યાં, પરંતુ સારવાર માટે લઇ જઈ શકાયાં નહીં. બે કલાક સુધી કાકા તડપતા રહ્યા, આખરે તેમને સારવાર ન મળતાં દમ તોડ્યો.