આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે આંકલાવ તાલુકાના ગામે રહેતા 17 વર્ષિય કિશોરને નર્સરીમાં નોકરી દરમ્યાન 25 વર્ષિય યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. જે બાદમાં બંને ન્ને પખવાડિયા પહેલા ભાગી ગયાં હતાં. આ અંગે કિશોરના પિતાની ફરિયાદ આધારે આંકલાવ પોલીસે યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેની તપાસમાં પોલીસે બન્નેને સુરતથી પકડી પાડ્યા હતા. આ કેસમાં ભાગ્યે જ બને તેવું પોલીસે યુવતી સામે પોક્સો અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આણંદના આંકલાવના બિલપાડ ગામે રહેતો 17 વર્ષિય કિશોર હઠીપુરાની નર્સરીમાં નોકરી કરતો હતો. તેની સાથે નર્સરીમાં રામપુરાની ગાયત્રીબહેન મગનભાઈ સોલંકી (ઉ.વ.આ.23) પણ નોકરી કરતાં હતાં. આ દરમ્યાન પ્રેમસંબંધો વચ્ચે 27મી મે, 21ના રોજ વહેલી સવારે કિશોર ક્યાંક ચાલ્યો ગયો હતો. આથી તેના પરિવારજનોએ ચિંતિત બની શોધખોળ શરૂ કરી હતી. આ દરમ્યાન કિશોરને ગાયત્રીબહેન સાથે પ્રેમ સંબંધો હોવાનું જાણવા મળતાં તેમના ઘરે પહોંચ્યાં હતાં. પરંતુ ગાયત્રીબહેન પણ ઘરે નહતાં. આથી, તેઓ જ કિશોરને ભગાડી ગયો હોવાનો પાક્કુ થયું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આંકલાવ પોલીસને તપાસમાં બાતમી મળી હતી કે, બન્ને સુરત છે. આ તરફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે.સોઢા સહિતની એક ટીમ સુરત પહોંચી હતી અને બન્નેને પકડી આંકલાવ લાવ્યાં હતાં. પોલીસ પુછપરછ દરમ્યાન કિશોર ઘરેથી પાંચ હજાર અને ગાયત્રી સાતથી આઠ હજાર રૂપિયા લઇને ભાગ્યાં હતાં. વરાછામાં ભાડે મકાન રાખી રહેતા હતા. જેનું ત્રણ મહિનાનું ભાડું પણ એડવાન્સ આપી દીધું હતું. આ ઉપરાંત કિશોરને નોકરી મળી જતાં પોલીસ દરોડા દરમ્યાન ઘરે હતો નહીં. પરંતુ પોલીસે કળથી કામ લઇ બન્નેને આંકલાવ લાવવામાં સફળતા મળી હતી.

સમગ્ર મામલે પોલીસ સૂત્રોથી મળતી વિગતો મુજબ આ યુવતીના અગાઉ બે વખત લગ્ન થયા હતા જેમાં છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હાલ જ બોરસદ ખાતે તેની સગાઈ પણ થઈ હતી. યુવતી પુખ્ત વયની હોવા છતાં તે સગીર વયના છોકરાને લઇ ભાગી ગઈ હતી. તે સુરત ખાતે ઘર ભાડે લઈ રહેતા હતા અને નોકરી શોધતા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code