બનાવ@અરવલ્લી: નશામાં ધૂત કારચાલકે RFOની કારને અડફેટે લેતાં અકસ્માત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, અરવલ્લી કોરોના કહેર વચ્ચે સાઠંબા નજીક રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કારને અકસ્માત નડ્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારના સમયે રેન્જ ફોરેસ્ટ ઓફીસર પોતાની ખાનગી કારમાં બાયડથી સાઠંબા તરફ જઇ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક સામેથી બેફામ ડ્રાઇવિંગ કરી વાંકીચુંકી ગાડી ચલાવીને આવતાં ચાલકે આરએફઓની કારને ટક્કર મારી હતી. જોકે RFOએ પોતાની
 
બનાવ@અરવલ્લી: નશામાં ધૂત કારચાલકે RFOની કારને અડફેટે લેતાં અકસ્માત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, અરવલ્લી

કોરોના કહેર વચ્ચે સાઠંબા નજીક રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કારને અકસ્માત નડ્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારના સમયે રેન્જ ફોરેસ્ટ ઓફીસર પોતાની ખાનગી કારમાં બાયડથી સાઠંબા તરફ જઇ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક સામેથી બેફામ ડ્રાઇવિંગ કરી વાંકીચુંકી ગાડી ચલાવીને આવતાં ચાલકે આરએફઓની કારને ટક્કર મારી હતી. જોકે RFOએ પોતાની ગાડીને કંટ્રોલ કરી દેતાં જાનહાની ટળી હતી. ઘટના બાદ સ્વિફ્ટ કારનો ચાલક બાયડ રોડ પર કાર ઉભી કરીને સુઇ ગયો હોઇ ચેક કરતાં તેને નશો કરેલો હોવાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે RFOએ કારચાલક સામે સાઠંબા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ-સાઠંબા રોડ પર રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કારને અકસ્માત નડ્યો હતો. મૂળ અમદાવાદના માંડલના વતની અને હાલ લુણાવાડા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફીસર તરીકે ફરજ બજાવતાં વૈભવ નારણભાઇ હારેજા ગઇકાલે બપોરે પારીવારીક કામ અર્થે પોતાની ખાનગી કાર લઇને નીકળ્યાં હતા. જે બાદમાં ગાંધીનગરથી લુણાવાડા જતાં હોઇ બાયડ થઇ સાઠંબા તરફ જઇ રહ્યા હતા. આ દરમ્યાન પાણીના મોટા ટાંકા પાસે એક મારૂતિ સ્વિફ્ટના ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરી વાંકીચુંકી કાર ચલાવી RFOની કારને અડફેટે લીધી હતી. જોકે RFOએ કાર પર કાબૂ મેળવી લેતાં જાનહાનિ ટળી હતી.

બનાવ@અરવલ્લી: નશામાં ધૂત કારચાલકે RFOની કારને અડફેટે લેતાં અકસ્માત, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, લુણાવાડા RFOને સાઠંબા નજીક અકસ્માત નડ્યા બાદ કારચાલક નાસી છુટ્યો હતો. જોકે હાઇવે પર આવતાં જતાં વાહનચાલકોએ આરએફઓને જણાવેલ કે, સ્વિફ્ટ કારનો ચાલક બાયડ રોડ પર કાર સાઇડમાં પાર્ક કરી સુઇ ગયો છે. જેથી RFOએ તાત્કાલિક તપાસ કરતાં કારમાં સુઇ રહેલા ચાલકે નશો કર્યો હોવાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે RFOએ કારચાલક સામે સાઠંબા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સાઠંબા પોલીસે ઇસમ સામે આઇપીસી 279, 427 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.