આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠાના ડીસામાં એક યુવકે અઠવાડિયા અગાઉ કરેલી આત્મહત્યા મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. મૃતક યુવકે સોશિયલ મીડિયામાં બાપુ લખી એક ફોટો શેર કરતા કેટલાક લોકોએ ધમકી આપી હતી. ધમકીથી કંટાળેલા યુવકે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના રાણપુર ગામે રહેતા દિપક રાવળ નામના યુવકે તેના સોશિયલ મીડિયા પર બાપુ લખી તેનો ફોટો શેર કર્યો હતો. જે મામલે કેટલાક લોકોએ તેને ફોન પર ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તેમજ તેના વોટ્સએપ ઉપર પણ બાપુ કેમ લખ્યું છે તેમ કહી ધમકી આપતા હતા. જેથી કંટાળેલા દિપકે અઠવાડિયા અગાઉ એક ઓડિયો ક્લિપ બનાવી રેલવે ટ્રેક પર જઈ આત્મહત્યા કરી હતી.

સુત્રોએ જણાવ્યું હતુ કે, આત્મહત્યા કર્યા બાદ તેના પરિવારજનોએ મોબાઈલ ચેક કરતા કેટલાક પુરાવા મળ્યા હતા. જેમાં બાપુ લખવાના મામલે કેટલાક લોકો ધાક- ધમકીઓ આપતા આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું. જે મામલે તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે યુવકના મોત માટે દુષ્પ્રેરણ કરનાર સાત શખ્સો સામે IPC 306 મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આરોપીઓના નામ

સંજયસિંહ જેણસિંહ દરબાર, હોનસિંહ હરિસિંહ દરબાર, જેહુસિંહ હરિસિંહ દરબાર, વસંત હોજમાલ દરબાર, વિજુસિંહ ઇશ્વરસિંહ દરબાર, રમેશસિંહ અનુપસિંહ દરબાર, અદુસિંહ જવેરસિંહ દરબાર (તમામ રહે. રાણપુર ઉગમણાવાસ, તા..ડીસા).

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code