ઘટના@બનાસકાંઠા: નર્મદા કેનાલમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, કારણ અકબંધ
Aug 29, 2025, 14:35 IST

મૃતકોમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોનો સમાવેશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે. ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
માહિતી અનુસાર, મૃતકોમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ પરિવારે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ કોઈ માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.