બનાવ@બનાસકાંઠાઃ 3 દિવસમાં 4 જુદા જુદા અકસ્માતમાં, સાત લોકોના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણઝાર હજુ યથાવત્ છે. ત્રણ દિવસમાં અલગ-અલગ ચાર જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં (accident)કુલ સાત લોકોના કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતોને પગલે જિલ્લા ટ્રાફીક વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ ગયા છે.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ચાર જગ્યાએ અકસ્માતો સર્જાયા છે. આજે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ
 
બનાવ@બનાસકાંઠાઃ 3 દિવસમાં 4 જુદા જુદા અકસ્માતમાં, સાત લોકોના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણઝાર હજુ યથાવત્ છે. ત્રણ દિવસમાં અલગ-અલગ ચાર જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં (accident)કુલ સાત લોકોના કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતોને પગલે જિલ્લા ટ્રાફીક વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ ગયા છે.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ચાર જગ્યાએ અકસ્માતો સર્જાયા છે.

આજે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અને ડીસા ખાતે રહેતી નિકિતા ઠક્કર સવારે નોકરીએ જવા માટે ઘરેથી નીકળી હતી જે ડીસા હાઈવે પર ઓવર બ્રિજના છેડે આવેલા પેટ્રોલપંપ પર પોતાના એક્ટિવામાં પેટ્રોલ ભરાવીને બહાર નીકળતા પૂર ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નિકિતાબેનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સિવાય થરાદ પાસે પણ અલગ અલગ બે જગ્યાએ અકસ્માતો સર્જાયા હતા. થરાદ સાચોર હાઇવે પર ડમ્પર અને ઇકો કાર સામસામે ટકરાતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલા ચાર મુસાફરોના મોત થયા હતા. કારમાં બેઠેલા મેઘા પટેલ, રવારામ મેઘવાલ, રાજાભાઈ ધમણ અને પ્રકાશ મજીરાણા નામના 4 મુસાફરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. તેમજ અન્ય મુસાફરો ને પણ એક ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે વાવ રોડ પર પણ ચારડા પાસે ટેન્કર જેસીબી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કરચાલકનું મોત થયું હતું. આમ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ સાત લોકોના મોત નિપજ્યા છે.