ઘટના@બેચરાજી: ધારાસભ્ય અને સુરક્ષાકર્મી વચ્ચે તકરાર, લડી લેવાના મૂડમાં

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બેચરાજીમાં ધારાસભ્ય અને સુરક્ષાકર્મી વચ્ચે તકરારનો વિડીયો સામે આવ્યો છે. આજે સવારના સમયે કોઇ કારણને લઇ ધારાસભ્ય અને સુરક્ષાકર્મી વચ્ચે તકરાર સર્જાઇ હતી. જેમાં બંને લડી લેવાના મૂડમાં હોય તેમ વિડીયોમાં દેખાઇ રહ્યુ છે. જોકે ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જોકે ઘટનાને લઇ પંથકમાં
 
ઘટના@બેચરાજી: ધારાસભ્ય અને સુરક્ષાકર્મી વચ્ચે તકરાર, લડી લેવાના મૂડમાં

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બેચરાજીમાં ધારાસભ્ય અને સુરક્ષાકર્મી વચ્ચે તકરારનો વિડીયો સામે આવ્યો છે. આજે સવારના સમયે કોઇ કારણને લઇ ધારાસભ્ય અને સુરક્ષાકર્મી વચ્ચે તકરાર સર્જાઇ હતી. જેમાં બંને લડી લેવાના મૂડમાં હોય તેમ વિડીયોમાં દેખાઇ રહ્યુ છે. જોકે ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જોકે ઘટનાને લઇ પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ-કોંગ્રેસ એકબીજા વિરૂધ્ધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજીમાં આજે સવારે ધારાસભ્ય અને સુરક્ષાકર્મી વચ્ચે બબાલ થઇ છે. સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ગાડીને બેચરાજીમાં ચેકપોસ્ટ પાસે રોકવામાં આવી હતી. જ્યાં કોઇ કારણસર ધારાસભ્ય અને સુરક્ષાકર્મી વચ્ચે તકરાર થઇ હતી. જેમાં સિધ્ધપુર ધારાસભ્યએ સુરક્ષાકર્મીને લાફો માર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ પણ થયો છે. જેને લઇ હાલ સમગ્ર મામલો બેચરાજી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

ઘટના@બેચરાજી: ધારાસભ્ય અને સુરક્ષાકર્મી વચ્ચે તકરાર, લડી લેવાના મૂડમાં

સમગ્ર મામલે બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, ચંદનજી ઠાકોરે ટીઆરબી જવાનને લાફો માર્યો નથી. પરંતુ ટીઆરબી જવાને અપશબ્દો બોલતાં તેને મારવાનો પ્રયાસ કર્યો છે. ચંદનજીને બદનામ કરવા ભાજપ દ્રારા આ પ્રિપ્લાન કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતુ. ટીઆરબી જવાન ભાજપનો કાર્યકર અને હું તેના ફોટો રીલીઝ કરવાનો છુ.બેચરાજીના સ્થાનિક ભાજપી નેતાએ તેને ઉશ્કેરી ઘટનાને અંજામ આપ્યો છે.

શું કહે છે ટીઆરબી જવાન ?

સમગ્ર મામલે ટીઆરબી જવાને જણાવ્યુ હતુ કે, હું ધારાસભ્યને ઓળખતો ન હતો. મેં ફરજના ભાગરૂપે ગાડી ઉભી રખાવી પુછપરછ કરતા મને મનફાવે તેમ ગાળો બોલી લાફો માર્યો હતો.