Bechraji Taluka 001
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

આજે મંગળવારે હનુમાનજીનો દિવસ છે ત્યારે બેચરાજી તાલુકા પંચાયતમાં કપિરાજ સાથે દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વીજ વાયર નજીકથી પસાર થતા શોર્ટસર્કીટને પગલે પલવારમાં કપિરાજ મોતને ભેટ્યા હતા. આ પછી છેલ્લા કેટલાય કલાકોથી મૃતદેહ કચરામાં પડી રહેતા ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. તાલુકા પંચાયત અને વનવિભાગની નિષ્કાળજીને કારણે મોત બાદ પણ કપિરાજના મૃતદેહની અંતિમવિધી થઈ શકી નથી. જેનાથી પંથકના જીવદયાપ્રેમીઓમાં ભારોભાર રોષની લાગણી બની છે.

મહેસાણા જિલ્લાની બેચરાજી તાલુકા પંચાયતમાં બરોબરો મંગળવારે જ કપિરાજનું કરૂણ મોત નિપજતા દુઃખની લાગણી પ્રસરી છે. તાલુકા પંચાયત પરિસરથી પસાર થતી વીજ લાઈનને સ્પર્શ થતા કપિરાજને કરંટ લાગ્યો હતો. જેનાથી ગણતરીની સેકંડોમાં કપિરાજ નીચે પટકાઈ પડ્યા હતા. નજીકના લોકોએ આવીને તપાસ કરી તો વીજ કરંટથી કપિરાજનું મોત થયાનું સામે આવ્યું છે. જોકે, બપોરે 1 વાગ્યાની ઘટના પછી કલાકો વિતી જવા છતાં કપિરાજનો મૃતદેહ કચરામાં જ સડી રહ્યો છે. આવી સ્થિતિમાં યુદ્ધના ધોરણે તાલુકા પંચાયત અને રેન્જ કચેરી બેચરાજી દ્વારા કપિરાજના મૃતદેહની અંતિમવિધી સામે નિરસતા દાખવતા અનેક સવાલો ઉભા થયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બેચરાજી તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં કપિરાજના મૃતદેહને લઈ સત્તાધિશો આંખ આડા કાન કરી રહ્યા છે કે બેદરકાર છે તે સૌથી મોટો સવાલ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, કપિરાજ હનુમાનજીનું જ એક સ્વરૂપ હોવાની ધાર્મિક લાગણી સામે મૃતદેહ સડતો હોવાથી જીવદયાપ્રેમીઓ અને પંથકના હિન્દુ લોકોમાં દુઃખ અને આક્રોશની ભાવના વધી ગઈ છે.

કપિરાજના મૃતદેહ મામલે ટીડીઓનું શંકાસ્પદ વલણ

સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી કટારીયાને પૂછતા જણાવ્યું હતું કે, સાંજે મૃતદેહનો નિકાલ કરીશું. જોકે, વન વિભાગ સાથે વાતચીતમાં મૃતદેહનો નિકાલ કર્યા બાદ વન વિભાગને જણાવશું. હકીકતે કપિરાજનું મૃત્યુ કેમ અને કેવા સંજોગોમાં થયું છે તે સહિતની બાબતે વનવિભાગની ભૂમિકા બનતી હોવાછતાં તાલુકા પંચાયત કેમ વન વિભાગને જાણ કરતી નથી તે સવાલ સૌથી મોટો બન્યો છે.

વન વિભાગની અજ્ઞાનતા છતી થઈ

સમગ્ર મામલે કપિરાજના મોત બાદ વન વિભાગની ભૂમિકાના સવાલો ઉભા થતા મહેસાણા મદદનીશ વનસંરક્ષક દેસાઈબેન સાથે વાતચીત થઈ હતી. જેમાં કપિરાજના મોત પછી વનવિભાગની ફરજને લઈ પૂછતા તપાસ કરવાનુ કહ્યું હતું. આવા સંજોગોમાં તાજેતરમાં નિમણૂંક પામેલા મદદનીશ વનસંરક્ષક દેસાઈબેનને વનવિભાગના નિયમો સામે અજ્ઞાનતા છે કે કેમ તે સવાલ ઉભો થયો છે.

24 Sep 2020, 11:30 AM (GMT)

COVID-19 Global Stats

32,382,672 Total Cases
986,844 Death Cases
23,895,547 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code