આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ભાભર તાલુકાની પરીણિતાએ તેના પતિ અને સાસુ-સસરા સામે શારીરીક અને માનસિક ત્રાસ આપી કરી મારમારીને ઘરેથી કાઢી મુકવાની ફરીયાદ નોંધાવી છે. પંથકની યુવતીના લગ્ન પાંચેક વર્ષ આગાઉ સાંચોર તાલુકાના વીછીવાડી ખાતે થયા બાદ સાસરીયાઓ પ્રથમ સારુ રાખતા હતા. પરંતુ છેલ્લા છએક મહિનાથી પતિ શક-વહેમ કરીને માર મારતો હતો. આ સાથે પરણીતાના સાસુ-સસરાની ચડામણીથી પતિ અવાર-નવાર શારીરીક અને માનસિક ત્રાસ આપી ઝઘડો તથા મારઝુડ કરતા હતા. જેથી પરીણિતાને પિયરમાં જઇને રહેવુ પડ્યુ હતું. સમગ્ર મામલે પરીણિતાએ કુલ 3 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના એક ગામની પરીણિતાએ તેના પતિ અને સાસુ-સસરા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પંથકની યુવતીના લગ્ન સાંચોર તાલુકાના વીછીવાડી ગામે રહેતા ખેમજીભાઇ ધુડારામ દરજી સાથે થયા હતા. જે બાદ લગ્નજીવન દરમ્યાન એક બાળક થયુ હતુ. આ તરફ પરીણિતાનો પતિ તેના પર શક-વહેમ રાખી અવાર-નવાર મારઝુડ કરતો હતો. જોકે મહિલાના સાસુ કમળાબેન અને સસરા ધુડારામ બંને ભેગા મળી પતિને ચડામણી કરતો હોઇ તેથી પતિ મહિલાને શારીરીક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. જેથી પરીણિતાને 3 એપ્રિલ 2021ના રોજ સાસરીયાના ત્રાસથી તેના પિયરમાં જવું પડ્યુ હતું.

સુત્રોએ જણાવ્યું હતુ કે, દેવકાપડીની પરીણિતાએ તેના પતિ અને સાસુ-સસરા સામે અવાર-નવાર મારઝુડ કરતા હોવાની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. પરીણિતાનો પતિ શક-વહેમ રાખી અવાર-નવાર તેને મારમારતો અને શારીરીક અને માનસિક ત્રાસ આપતા હોવાનું ફરીયાદમાં લખાવ્યું છે. આ સાથે સમાજના આગેવાનો ભેગા થઇ તેની સાસરીમાં જઇ પરીણિતાના સાસરીયાને સમજાવ્યા હતા. પરંતુ પરીણિતાનો થોડા સમય સારુ રાખ્યા બાદ ફરીથી હેરાન કરતા હોવાથી સમગ્ર મામલે પરણીતાએ કુલ 3 વ્યક્તિઓના નામજોગ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સામે આઇપીસી 323, 498A, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code