ઘટના@ભાભર: હોટલમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ, લાખોનું નુકશાન

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે ભાભર તાલુકાના કુવાળા ગામ નજીકની એક હોટલમાં આજે ગેસનો બાટલો લીકેજ થતાં આગની ઘટના સામે આવી છે. અચાનક ગેસનો બાટલો લીકેજ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘડીભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ સ્થાનિકો સહિત લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જે બાદમાં મામલતદાર, ટીડીઓ
 
ઘટના@ભાભર: હોટલમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ, લાખોનું નુકશાન

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે ભાભર તાલુકાના કુવાળા ગામ નજીકની એક હોટલમાં આજે ગેસનો બાટલો લીકેજ થતાં આગની ઘટના સામે આવી છે. અચાનક ગેસનો બાટલો લીકેજ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘડીભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ સ્થાનિકો સહિત લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જે બાદમાં મામલતદાર, ટીડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ઘટનામાં હોટલ માલિકને લાખોનું નુકશાન થયુ હોવાનુ મનાઇ રહ્યુ છે. આ તરફ ઘટનામાં કોઇ જાનહાનિ નહી સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના કુવાળા ગામે થરાદ હાઇવે પર રામદેવપીર નામની હોટલ આવેલી છે. જેમાં આજે સવારે ગેસનો બાટલો લીકેજ થઇ ફૂટતાં વિકરાળ આગ લાગી હતી. ઘટનાને લઇ સ્થાનિકો સહિતના લોકો એકઠા થઇ જતાં થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમ્યાન હોટલ માલિકના માતા બબીબેન હેમતજી ઠાકોર(ઉ.વ.પ૦)નો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ આગની ઘટનાને હોટલ માલિકને અંદાજીત ચાર લાખથી વધુનું નુકશાન થયાનું માનવામાં આવી રહ્યુ છે.