ઘટના@ભાવનગર: જાણીતા સર્જન ડોક્ટરે ઈંજેકશનનો ઓવરડોઝ લઈ જીવ ટૂંકાવી લેતા ખળભળાટ

 
ઘટના

હોસ્પિટલમાં જ વધારે પડતા ઇન્જેક્શનનો લઈ આત્મહત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર શહેરના જાણીતા તબીબ સર્જન ડોક્ટર રાજેશ રંગલાણી એ પોતાની હોસ્પિટલમાં જ આપઘાત વહોળી લીધો છે. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના માધવબાગમાં રહેતા અને શહેરના કાળાનારા સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ ધરાવતા જાણીતા તબીબ ડો. રાજેશ જીવાભાઇ રંગલાણી ઉ.વ.53 એ પોતાની હોસ્પિટલમાં જ વધારે પડતા ઇન્જેક્શનનો લઈ આત્મહત્યા વહોળી લીધી હતી.

આ ઘટનાની જાણ થતા જ નીલમબાગ પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી. મૃતક ડો. રાજેશ રંગલાણી કાન, નાક અને ગળાના સર્જન તરીકે શહેરમાં ખ્યાતિ ધરાવતા હતા. જિંદગીથી કંટાળી તેને આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રેવર વધુ તપાસ ચલાવી રહ્યા છે.