બનાવ@ભાવનગર: ભાવિ પતિએ કરી ભાવિ પત્નીની હત્યા, કારણ અકબંધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર શહેરના મફ્તનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. ભાવિ પત્નીની હત્યાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે. તો હત્યા થવા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાસ્થળે પડેલા વાહનોને પણ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ પાસે આવેલ મફતનગર વિસ્તારમાં ભાવિ પતિએ ભાવિ પત્નીની હત્યા કરી નાખી છે અને હત્યા કરી ભાવિ પતિ ફરાર થયો છે.
પહેલા ઝઘડો થયો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે જઈને પંચનામું કર્યુ છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.તો ફરિયાદી અને આરોપી વચ્ચે હજી સગાઈનો સબંધ બંધાયો હોવાની વાત સામે આવી છે. કોઈ કારણોસર બન્ને વચ્ચે ઝઘડો થતા ઝઘડો હત્યામાં પરિણામ્યો હતો, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસે પણ પરિજનોના નિવેદન લીધા છે. મારામારી બાદ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પણ પ્રેમ સંબંધના વિરોધમાં એક પુત્રીને તેના જ માતા અને ભાઈ દ્વારા કરુણ મૃત્યુ આપવાની સનસનીખેજ ઘટના સામે આવી હતી.

