ઘટના@ભેસાણ: ભાજપના મંત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ, આંતરડા પણ બહાર નીકળી ગયા
પોલીસે મૃતદેહને ભેસાણ પી.એમ.માં ખસેડયો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભેસાણ તાલુકાના ગળથમાં રહેતા તાલુકા ભાજપના મંત્રી બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ ગામ નજીકથી તેમનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.
સ્થળ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. આ અંગે જાણ થતા ભેસાણ પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહને પી.એમ.માટે ખસેડયો હતો. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટયા હતા.પોલીસે મૃતદેહને ભેસાણ પી.એમ.માં ખસેડયો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી. મૃતક વિનુભાઈ ડોબરીયાના ભાઈ ચંદુભાઈ ડોબરીયાએ ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી સીસીટીવી તેમજ કોલ ડિટેઈલના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, પક્ષના કાર્યકરની હત્યાથી ગમગીની વ્યાપી છે. આરોપીઓને તાત્કાલીક પકડી કડક સજા થાય તે માટે એસપીને રજૂઆત કરવામાં આવી છે.