આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા તાલુકાના ગામ નજીકથી પસાર થતી એસટી બસ સામે અચાનક એક અલ્ટો કાર રોંગ સાઈડમાં ઘસી આવતાં મોટી દુર્ઘટના સર્જાતા બચી ગઇ હતી. એસટી બસના ચાલકે સમયસૂચકતા વાપરી કાર ચાલકને બચાવવા બસ રોડ સાઈડ ખાડામાં ઉતારી દીધી હતી. આ દરમ્યાન એસટી બસમાં મુસાફરી કરી રહેલા ૨૫ જેટલા મુસાફરો બસ રોડ સાઈડ ખેતરમાં ઉતરી પડતા બુમાબુમ કરી મૂકી હતી. જોકે સદનસીબે જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના દરમ્યાન બસને નુકશાન થતાં એસટી બસ ડ્રાઇવરે કાર ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડાના ધોલવાણી ગામ નજીક બસ અને કાર વચ્ચે મોટી દુર્ઘટના સર્જાતા બચી ગઇ છે. વિજયનગરથી ધોળકા જઈ રહેલ એસટી બસ ભિલોડાના ધોલવણી ગામ નજીક પહોંચી હતી. જ્યાં રોડ પર એક કારના ચાલકે કાર પુરઝડપે હંકારી રોંગ સાઈડ ઘુસી જતા એસટી બસના ચાલકે કારને એસટી બસ સામે પુરઝડપે આવતા જોઈ ચોંકી ઉઠ્યો હતો. જેથી તાત્કાલિક સમય સુચકતા વાપરી કાર એસટી બસ સાથે ટકરાય તે પહેલા કાર ચાલકને બચાવવા એસટી બસના ચાલકે બ્રેક મારતાં બસ ખેતરમાં ઉતરી પડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, એસટી બસ રોડ પરથી ખેતરમાં ઉતરી પડતાં બસમાં મુસાફરી કરતાં મુસાફરોએ બુમાબુમ કરી મૂકી હતી. જો કે બસમાં મુસાફરી કરતા 25 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ તરફ એસટી બસને 20 હજાર થી વધુનું નુકશાન જતાં એસટી બસ ચાલકે કાર ચાલક વિરૂદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code